બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / BRTS New Electric bus in ahmedabad
ADVERTISEMENT
શહેરમાં જાહેર પરિવહન ક્ષેત્રે એએમટીએસ બાદ બીઆરટીએસ મહત્વપૂર્ણ બની છે. બીઆરટીએસ બસના રોજના ૧.પ લાખ પેસેન્જર ઉપયોગ કરતા હોય તેનાથી તંત્રને દૈનિક રૂ.૧૮ થી ર૦ લાખની આવક થાય છે.
તંત્ર દ્વારા કુલ ૧૪ રૂટ પર ૪૭ સીએનજી બસ, ૧૮૦ ડીઝલ બસ અને પ૦ ઈલેક્ટ્રિક બસ મળીને કુલ ર૭૭ બસ દોડાવવાનો કાફલો છે. જોકે અમુક બસ સ્પેરમાં મુકાતી હોઈ દરરોજ ર૬૦ બસ બીઆરટીએસ કોરિડોરમાં દોડાવાઇ રહી છે.
બીઆરટીએસના સત્તાવાળા પાસે વધુ ૩ર ઈલેક્ટ્રિક બસ આવતાં તેને મણિનગરથી ગોતા અને ભાડજથી એસ.પી. રિંગ રોડ (ઓઢવ) સહિતના રૂટ પર દોડતી કરાઇ છે. અત્યારે સવારે ૭-૩૦ થી ૧૦-૩૦ વાગ્યાના અને સાંજે પ-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધીના પિકઅવર્સમાં તંત્ર દ્વારા ૧ર મિનિટે એક બસ દોડી રહી છે.
જોકે હવે કાફલામાં ઈલેક્ટ્રિક બસ ઉમેરાતાં તંત્રે પેસેન્જર્સને દર આઠ મિનિટે એક બસ મળશે તેવો દાવો કર્યો છે. જ્યારે નોન પિકઅવર્સમાં દર ૧ર થી ૧પ મિનિટે એક બસ મળતી હોઈ તેની ફ્રિકવન્સી યથાવત્ રખાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.