બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VIDEO: બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી તિરાડ, કહ્યું હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ
Last Updated: 07:12 PM, 7 January 2025
લોકસાહિત્ય જગતના બે કલાકારો ફરી આમને-સામને આવ્યા છે. બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ છેડાયું છે. 2024માં દેવાયત ખવડે એક લોકડાયરામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો તેમણે કહ્યું હતું કે 2025થી માત્ર સિલેક્ટેડ લોકડાયરા જ કરીશ. બ્રિજરાજ ગઢવી આ મુદ્દે દેવાયત ખવડને ટોણો માર્યો હતો.. બ્રિજરાજ ગઢવીએ કહ્યું હતું કે 2025 આવી ગયું છે માફી માંગતા વિડિયો ફરી ન આવે તે જો જો . હવે 2025માં માત્ર સિલેક્ટેડ લોક ડાયરા ક્યારે થશે તેવું કહી તેમણે દેવાયત ખવડને ટોણો માર્યો હતો.
ADVERTISEMENT
બ્રિજરાજ ગઢવીના ટોણાથી દેવાયત ખવડ ઉશ્કેરાયા છે. સોનબાઇ માતાના મંદિરમાં સમાધાન થયા બાદ પણ વિવાદ કેમ તેવો સવાલ તેમણે કર્યો છે. તેમણે કહ્યું કે મારી તો તૈયારી છે જ પણ મને અફસોસ એ વાતનો છે કે એને સોનબાઇ માનો મલાજો જલાવાતાય ના આવડ્યું હું તો માના મંદિરમાં ઉભો હતો એટલે માફી માગી હતી, હવે માફી માગું તો ડાયરા મૂકી દઈશ તેવું દેવાયત ખવડે જાહેર નિવેદન આપ્યું હતું. આ પહેલા પણ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે વિવાદ સર્જાયો હતો.. વિવાદ બાદ બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું.. હવે સમાધાન બાદ ફરી એક વખત બંને કલાકારો વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે.
ADVERTISEMENT
વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી ?
રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.”
ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.'
ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું
ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો છે. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.
આ પણ વાંચોઃ ગાંધીનગર થી અમદાવાદ મેટ્રો સેવા આ તારીખે થોડા સમય માટે સ્થગિત રહેશે, CMRS દ્વારા નિરીક્ષણ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી / રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું, કાંધલનું રાજકીય વર્ચસ્વ યથાવત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.