ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / breakfast mistakes which can affecting health and ageing you faster
Last Updated: 10:52 AM, 27 February 2024
ADVERTISEMENT
સારી આદત અને હેલ્ધી ડાયટથી વ્યક્તિ લાંબી ઉંમર સુધી યુવા અને સુંદર રહી શકે છે. લોકો ફિટનેસ માટે અને સુંદર રહેવા માટે જિમ અને હેલ્ધી ડાયટનું સેવન કરે છે. તેમ છતાં લોકો સવારના નાશ્તા સાથે કેટલીક ભૂલ કરી બેસે છે, જેના કારણે હેલ્થને નુકસાન થાય છે. ઉપરાંત ત્વચામાં એજિંગ દેખાવા લાગે છે. વ્યક્તિ તેની ઉંમર કરતા વધુ ઘરડો દખાય છે. હેલ્ધી આદતથી એજિંગની સમસ્યાથી છુટકારો મળી શકે છે. સવારનો નાશ્તો કરતા સમયે કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભૂખ્યા પેટે કેફીનનું સેવન
અનેક લોકોને સવારે ભૂખ્યા પેટે ચા-કોફી પીવાની આદત હોય છે. આ આદતના કારણે હેલ્થને ગંભીર નુકસાન થઈ શકે છે. ચા અને કોફી એસિડિક હોય છે, જેના કારણે એસિડિક બેઝિક સંતુલન બગડી શકે છે. જેના કારણે લોકોને એસિડિટી થાય છે. ચામાં થિયોફિલાઈન યોગિક હોય છે. સવારે ચા-કોફી પીધા પછી મોઢાના બેક્ટેરિયા શુગર બ્રેક કરશે, જેથી મોઢામાં એસિડનું સ્તર વધી જશે. ભૂખ્યા પેટે ચા-કોફીનું સેવન કરવાથી પેટમાં એસિડ બનવા લાગે છે, જેના કારણે આંતરડા પર અસર થાય છે.
પ્રોટીન અને ફાઈબરનું સેવન ના કરવું
સવારે ભાગદોડના કારણે લોકો ઘણી વાર જલ્દી બની જાય તેવો નાશ્તો બનાવવાનું વિચારે છે. ડાયટમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને ફાઈબર ના હોવાને કારણે હેરફોલ, થાક, ડાયાબિટીસ, ડ્રાય સ્કિન, અપચો અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જેના કારણે એજિંગ થવા લાગે છે.
ADVERTISEMENT
સવારે ભૂખ્યા પેટે જ્યૂસનું સેવન-
જો તમને ડાયાબિટીસ હોય તો ભૂખ્યા પેટે જ્યૂસનું સેવન ના કરવું. ભૂખ્યા પેટે જ્યૂસનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ રહે છે. જેના કારણો સોજો અને એજિંગની સમસ્યા થાય છે.
વધુ વાંચો: કોફી પીવી જોઈએ કે ચા! હેલ્ધી રહેવા સૌથી ફાયદા કારક શું? જવાબ લિમિટમાં રાખશે
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ