બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / tea of coffee what is the better choice according to health experts
Anita Patani
Last Updated: 01:27 AM, 27 February 2024
ADVERTISEMENT
દુનિયાભરમાં ચા અને કૉફીનું સેવન સામાન્ય વાત છે પરંતુ ક્યારેક એવો વિચાર દરેકને આવે છે કે ચા કે કૉફી શું વધારે નુકસાનકારક છે. ચા-કૉફીને લઇને એટલી ચર્ચા તથા એટલા સર્વે થઇ ચૂક્યા છે કે હવે આ ગંભીર વિષય બની ગયો છે.
ADVERTISEMENT
કૅફિન : કૉફી કે ચા
એક કપ કૉફીમાં 100 મિલિગ્રામ કેફીન હોય છે જ્યારે ચામાં તેની માત્રા ફક્ત 50 મિલિગ્રામ જ હોય છે. કેફીન સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ જ્યાં સુધી તેનું સેવન માપમાં કરવામાં આવે. એક પ્રમાણમાં લેવામાં આવતું કેફીન નુકસાનકારક માનવામાં આવતું નથી.
એન્ટીઑક્સિડેન્ટ
શરીરના ડિટોક્સિફિકેશન માટે એન્ટિઑક્સિડેન્ટ ખૂબ જરૂરી છે. કોફી કે ચા બંનેમાં આ ગુણ રહેલો છે પરંતુ ચાની તુલનામાં કૉફીમાં એન્ટિઑક્સિડેન્ટની માત્રા વધારે છે.
શુગર કન્ટેન્ટ
જો શુગરને લઇને જોવામાં આવે તો કોફીની તુલનામાં ચામાં વધારે શુગર રહેલી છે. જે વ્યક્તિને ડાયબીટીઝ છે તે લોકો માટે કૉફી એક સારો ઓપ્શન છે. જે બ્લડશુગરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે તેમજ ઇન્સૂલિનનું લેવલ જાળવી રાખે છે.
કૉફી કે ચા શેનું સેવન યોગ્ય
ચા હોય કે કૉફી શરીર માટે બંને અમુક અંશે નુકસાનકારક જ છે પરંતુ માપમાં સેવન કરવામાં આવે તો તેના ફાયદા છે.
ચા-કૉફી પીવાથી બીમારીને પણ મળે છે આમંત્રણ
વધુ ચા-કૉફી પીવાથી કે મોડી રાત્રે ચા પીવાથી ઊંઘ ઓછી થઈ જાય છે. સાથે જ તમે ચીડિયાપણું અને થાક પણ અનુભવશો. રોજ સવારે ખાલી પેટ ચા કે કોફી પીઓ છો તો હાડકાં અને સાંધામાં દુખાવો થવા લાગે છે. જેના કારણે હાડકાં નબળાં પડી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.