બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Brawl at Dakor temple: Brawl over darshan turns violent

બબાલ / ડાકોર મંદિરમાં મારામારી: દર્શન કરવા બાબતે થયેલી બોલાચાલીએ ધર્યું ઉગ્ર રૂપ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

Ajit Jadeja

Last Updated: 10:55 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે યાત્રાધામ ડાકોર મંદિરમાં મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે દર્શન કરવાની જગ્યા બાબતે મામલો વણસ્યો

Dakor : યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં મારામારી ની ઘટના સામે આવી છે. આજે સવારે મંગળા આરતી સમયે સામસામે મારામારી થઈ છે. જેનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ દર્શન કરવાની બાબતને લઈ મંદિરના ઘુમ્મટમાં સામસામે બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર બનતા મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો

ખેડામાં ડાકોર મંદિર માં વહેલી સવારે દર્શન કરવાની બાબતે મારામારી થઇ હતી. દર્શન કરવાની જગ્યા બાબતે બોલાચાલી થતા મારામારી થઇ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઘટના વહેલી સવારે મંગળા આરતીમાં દર્શન સમયે બની હતી. આજે વહેલી સવારે યાત્રાધામ ડાકોર મંદિરમાં મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે દર્શન કરવાની જગ્યા બાબતે મામલો વણસ્યો હતો. રણછોડરાયજી મંદિરના ઘુમ્મટમાં સામસામે મારામારી થઇ હતી. મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.  ઘટનાને પગલે પૂજારીનું ટોળું પોલીસ સ્ટેશન પહોચ્યુ છે.

આ પણ વાંચોઃ કવાયત / MS યુનિવર્સિટીની BBA કોલેજમાં યોજાઇ આતંકી હુમલાની મોકડ્રીલ

અગાઉ પણ મંદિરમાં મારામારી થઇ હતી

મારામારીની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ મંદિરમાં દર્શનાર્થીઓ સાથે મારામારીની ઘટના સામે આવી હતી. તાજેતરમાં મંદિરમાં દર્શન કરવા આવેલા પરિવારનો કોઈ વાતને લઈને બોલાચાલી થતા મંદિરના કર્મચારી પર હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વડોદરાનો એક પરિવાર દર્શન કરવા માટે આવ્યો હતો. મંદિરમાં મહિલાઓના દર્શન માટે અલગ લાઈન રાખવામાં આવેલી હતી. જોકે મહિલાઓની લાઈનમાં પુરુષ દર્શન કરવા જતા કર્મચારીએ તેમને રોક્યા હતા. આ બાદ બોલાચાલી થતા ગુસ્સે થયેલા પરિવારના સભ્યોએ કર્મચારી સાથે મારામારી કરી હતી. કર્મચારી પર હુમલાની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે આખરે પરિવારને પોતાની ભૂલ સમજાતા તેમણે કર્મચારીની માફી માંગી લીધી હતી. જે બાદ કર્મચારીએ રહેમ નજર રાખીને ફરિયાદ નોંધાવી નહોતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ