બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:40 PM, 10 February 2025
સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક છોકરો પ્રાણીસંગ્રહાલયમાં છે. ત્યાં પર પાંજરામાં કેદ એક વાઘે છોકરાનો શર્ટ પોતાના મોંમાં દબાવી રાખ્યો છે. તે છોકરો વાઘની પકડ છોડવા માટે વિનંતી કરી રહ્યો છે. તેનો શર્ટ વાઘના મોંમાં દબાયેલો છે. પાંજરામાં બંધ વાઘને બાળક વિનંતી કરી રહ્યો છે. તે મદદ માટે બૂમો પાડી રહ્યો છે. સાથે જ વાઘને કહી રહ્યો છે કે મારો શર્ટ છોડી દે. જો શર્ટ ફાટી ગયો તો ઘરે જવા પર મમ્મી ખૂબ ગુસ્સે થશે.
ADVERTISEMENT
પાંજરામાં બંધ વાઘને શર્ટ છોડવાની વિનંતી કરતો બાળકનો વીડિયો વાયરલ#tiger #viralvideo #kids #vtvgujarati pic.twitter.com/i00KcPhduJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 10, 2025
સોશિયલ મીડિયા પર વાયરલ
ADVERTISEMENT
આ વિડીયોને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શેયર કર્યો છે. વિડીયોમાં છોકરો ખૂબ બૂમો પાડી રહ્યો છે અને વાઘને કહી રહ્યો છે કે મારો શર્ટ છોડી દો. જો શર્ટ ફાટી ગયો તો મમ્મી ખૂબ જ ગુસ્સે થશે. પ્લીઝ છોડી દો. તે વારંવાર બચાવવાની વિનંતી કરી રહ્યો છે. જોકે આ જાણ નથી થઈ કે આ વિડીયો કયાનો છે અને ક્યારે શુટ કરવામાં આવ્યો છે. આ સિવાય એ પણ નથી ખબર કે આ બાળક કોણ છે અને તેનો શર્ટ વાઘના મોઢામાં કેવી રીતે ગયો?

ADVERTISEMENT
આ પણ વાંચો : મહાકુંભમાં સંગમ કિનારે ગુંજી કિલકારી, એક-બે નહીં 11 મહિલાઓએ બાળકોને આપ્યો જન્મ
સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આના પર બધા જ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક એક્સ યુઝરે લખ્યું, 'બાળકનું રીએક્શન પ્રાઇસલેસ છે. વાઘની પકડમાં આવ્યા બાદ પણ તેનું રીએક્શન છે કે, મારો શર્ટ છોડી દે. મમ્મી ગુસ્સે થશે.' આ રીતે એક અન્ય યુઝરે લખ્યું કોમેન્ટ કરી છે કે વાઘના હુમલા અને જીવ ગુમાવ્યા કરતાં મમ્મીના વેલણની વધારે બીક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.