બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:04 PM, 10 February 2025
પ્રયાગરાજમાં આસ્થા અને ભક્તિનો સૌથી મોટો પર્વ કુંભમેળામાં આ વખતે 11 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે.જેનાથી આ આયોજન એમના માટે યાદગાર બની ગયું છે.આ બધા બાળકોનો જન્મ મહાકુંભમાં સ્થિત હોસ્પિટલની અંદર જ થયો છે.
ADVERTISEMENT
સેન્ટ્રલ હોસ્પિટલમાં ઉત્તમ તબીબી સેવાઓ
લાખો ભક્તો સગર્ભા સ્ત્રીઓ સહિત મહાકુંભમાં આવે છે. સેન્ટ્રલ હોસ્પિટલ મેળામાં કોઈપણ સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર છે.ચાર મહિલા પેથોલોજિસ્ટ્સ સહિત 105 આરોગ્ય કર્મચારીઓ અહીં તૈનાત છે. આ સિવાય, 125 એમ્બ્યુલન્સ ભક્તોની સેવા કરવા માટે તૈયાર છે, જેથી જરૂરિયાતમંદને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે.
ADVERTISEMENT
પહેલો બાળક જન્મ્યો અને નામ 'કુંભ'
કેન્દ્રિય હોસ્પિટલમાં પહેલા બાળકનો જન્મ 29 ડિસેમ્બરે થયો હતો,જ્યારે સોનમ નામની 20 વર્ષીય મહિલાએ એક છોકરાને જન્મ આપ્યો હતો.આવી ઐતિહાસિક ક્ષણને વિસ્મરણીય બનાવા માટે પરિવારે બાળકનું નામ 'કુંભ' રાખ્યું.સોનમના પતિએ કહ્યું કે સોનમને જ્યારે પ્રસુતાની પિડા થઇ ત્યારે તેને કેન્દ્રિય હોસ્પિટલમાં લઇને ગયો હતો.જ્યાં હાજર ડોક્ટરોએ મહિલાની સુરક્ષિત ડિલેવરી કરી.
ADVERTISEMENT
આરોગ્ય મંત્રીએ આપી શુભેચ્છા
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે સોનમ અને તેના પરિવારને શુભકામનાઓ આપી અને હોસ્પિટલ પ્રશાસનની ઉતકૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી.વધુમાં કહ્યું કે મહાકુંભમાં દરેકને સારી સ્વાસ્થ્ય સેવા આપવામાં આવશે.જેથી આ દિવ્ય આયોજન સુરક્ષિત અને સુખદ રહે
ADVERTISEMENT
મહાકુંભમાં ગંગાના પવિત્ર પાણીમાં જે ડુબકી લગાવા આવેલા શ્રદ્ધાળુઓ છે તેમની પવિત્રતામાં વધારો થયો છે.એટલા જ માટે આ આયોજનની પવિત્રતા વધી ગઇ.આ નવજાત બાળકો માટે આ મહાકુંભ એક ધાર્મિક યાત્રા જ નહીં પરંતુ જીવનનો પ્રથમ આશિર્વાદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.