ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / borsad anand girl hiral patel dead body found in canada

NRI ન્યુઝ / કેનેડામાં મળી આણંદની યુવતીની લાશ, પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ

Published By: Parth

Last Updated: 06:29 PM, 16 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ વર્ષથી કેનેડામાં રહેતી આણંદની યુવતીની કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. આ યુવતી આણંદના બોરસદના પામોલની છે જેની લાશ મળી આવતા પરિવારજનો શોકમાં ડૂબ્યા હતા. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

  • લગ્ન બાદથી કેનેડામાં રહેતી હતી હિરલ પટેલ 
  • પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ 
  • 12મી તારીખે કેનેડા પોલીસે પણ ટ્વીટ કર્યું હતું

છેલ્લાં એક વર્ષથી તેના સાસરિયાઓ તેને ત્રાસ આપી રહ્યા હતા

માહિતી અનુસાર આ યુવતીનું નામ હિરલ પટેલ છે ને તે બોરસદના પામોલની વતની છે. ત્રણ વર્ષ પહેલાં લગ્ન કરીને પતિ સાથે તે કેનેડામાં નિવાસ કરતી હતી. હિરલનાં લગ્નજીવનમાં ઉતાર ચડાવ આવી રહ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે છેલ્લાં એક વર્ષથી તેના સાસરિયાઓ તેને ત્રાસ આપી રહ્યા હતા અને તેવા સમયમાં જ યુવતીની લાશ મળી આવતા શંકા પેદા થઇ રહી છે. 

ઉલ્લેખનીય છે કે આ યુવતી વિશે કેનેડા પોલીસે 12મી જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે હિરલ પટેલ 11મી તારીખે ગુમ થયેલ છે અને તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યું હતું. 

 

યુવતીની લાશ મળી આવ્યા બાદ શોકમાં ડૂબેલા પરિવારે સાસરીયાઓ પર જ હત્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે હવે પોલીસ આ કેસમાં હત્યા કરવામાં આવી છે કે આ માત્ર એક અકસ્માત છે તે વિષયમાં વધુ તપાસ હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Borsad NRI canada hiral patel nri news આણંદ કેનેડા પામોલ બોરસદ હિરલ પટેલ nri news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ