બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Bombay HC refuses permission to minor girl to abort pregnancy as doctors say baby will be born alive

દીકરીના ભાવીનો ચુકાદો / રેપનો ભોગ બનેલી 15 વર્ષની છોકરીને ગર્ભપાતની મંજૂરીનો હાઈકોર્ટનો ઈન્કાર આપ્યું અભૂતપૂર્વ કારણ

Hiralal

Last Updated: 06:13 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે 15 વર્ષની છોકરીને 28 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી દીધી છે.

  • બોમ્બે હાઈકોર્ટે 15 વર્ષની છોકરીને ન આપી ગર્ભપાતની મંજૂરી
  • રેપ પીડિતા છે 28 અઠવાડિયાની ગર્ભવતી
  • હાઈકોર્ટે ગર્ભપાતના કિસ્સામાં બાળક જીવતું મળી શકે 

બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે 15 વર્ષની સગીર બળાત્કાર પીડિતાને તેના 28 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. ડોકટરોના અભિપ્રાય પછી હાઈકોર્ટે આ પગલું ભર્યું હતું કે જો ગર્ભાવસ્થાના આ તબક્કે ગર્ભપાત કરવામાં આવે તો પણ, બાળક જીવિત જન્મવાની સંભાવના છે, જેને નિયોનેટલ કેર યુનિટમાં દાખલ કરવાની જરૂર પડશે. જસ્ટિસ આર વી ઘુગે અને વાય જી ખોબ્રાગડેની ખંડપીઠે 20 જૂનના પોતાના આદેશમાં કહ્યું હતું કે જો ગર્ભપાતની પ્રક્રિયા છતાં બાળક જીવિત જન્મે તેવી સંભાવના હોય તો બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગર્ભપાતને સમાપ્ત ન કરવો જોઈએ. 

હાઈકોર્ટમાં પીડિતાની માતાએ શું કહ્યું 
હાઈકોર્ટે કહ્યું કે કુદરતી ડિલિવરી માત્ર 12 અઠવાડિયા દૂર છે, બાળકના સ્વાસ્થ્ય અને વિકાસને ધ્યાનમાં રાખવું પડશે. બેંચ બળાત્કાર પીડિતાની માતાની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેણે તેની પુત્રીના 28-અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની પરવાનગી માંગી હતી. મહિલાએ તેની અરજીમાં કહ્યું હતું કે તેની પુત્રી આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુમ થઈ હતી અને ત્રણ મહિના પછી રાજસ્થાનમાં એક વ્યક્તિ સાથે પોલીસને મળી હતી. આ વ્યક્તિ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

હાઈકોર્ટે 15 વર્ષની સગીરાના ગર્ભપાતની કેમ મંજૂરી ન આપી 
બળાત્કાર પીડિતાની તપાસ કરનાર મેડિકલ ટીમે કહ્યું હતું કે જો ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પણ બાળક જીવિત જન્મી શકે છે અને તેને નિયોનેટલ કેર યુનિટમાં દાખલ કરવાની જરૂર પડશે અને પીડિતાના જીવ પર જોખમની તો સંભાવના છે જ. આ જ કારણે હાઈકોર્ટે સગીરાને 28 અઠવાડિયાના ગર્ભને પાડી દેવાની મંજૂરી ન આપી. 

કુદરતી રીતે જન્મતું બાળક ખામી વગરનું હોઈ શકે 
હાઈકોર્ટે કહ્યું કે પરાણે ડિલિવરીની મંજૂરી આપવાનું સૌથી મોટું નુકશાન એ થશે કે જે બાળક કુદરતી ડિલવરી દ્વારા જન્મી શકે તેને ગર્ભપાતના માધ્યમ દ્વારા ખોડખામીવાળું થઈને આ દુનિયામાં આવવું પડશે. તો બીજી તરફ જો બાળક કુદરતી રીતે જન્મે તો તે સંપૂર્ણપણે ખોડખાંપણથી મુક્ત હશે અને તેથી તેના દત્તકની સંભાવના ઘણી વધી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ