બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સલમાનના બર્થ ડે પર બોલિવૂડ ઊમટ્યું, મધરાતે ફાર્મહાઉસ બહાર કેક કાપી, પત્ની સાક્ષી સાથે ધોની હાજર

મનોરંજન / સલમાનના બર્થ ડે પર બોલિવૂડ ઊમટ્યું, મધરાતે ફાર્મહાઉસ બહાર કેક કાપી, પત્ની સાક્ષી સાથે ધોની હાજર

Nirav Kumar

Last Updated: 05:28 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાને આજે તેનો 60મો બર્થડે સેલીબ્રેટ કર્યો હતો. જ્યાં બોલીવૂડના અનેક સ્ટાર આ બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા. જેમાં મહેન્દ્ર સિંહ ધોની પણ તેની પત્નીને લઈને હાજર રહ્યો હતો.

બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાનનો આજે 60મો બર્થડે છે. તેનો બર્થડે શુક્રવારે રાત્રે પનવેલમાં આવેલા ફાર્મહાઉસમાં શાનદાર રોતે ઉજવવામાં આવ્યો હતો. જ્યાં માત્ર બોલીવૂડ જ નહીં પણ ક્રિકેટની દુનિયાના સ્ટાર પણ આવ્યા હતા. ત્યાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યો હતો. પાર્ટીમાં સલમાનના પરિવારના સભ્યો સિવાય સંજય દત્ત, સંગીતા બિજલાની અને એક્ટ્રેસ તબ્બુ સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી.

આ દરમિયાન સલમાનના ફાર્મહાઉસમાં બર્થડે પાર્ટીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે પેપરાઝી સાથે કેક કાપતો જોવા મળ્યો હતો. આ વીડિયો માં જોઈ શકાય છે કે, તેની પાસે મેહમાનોની ભીડ હોય છે. ત્યાર બાદ તે પોતાની ભાણીને પણ કેક કાપવાનું કહે છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના બર્થડે પર તેના ફેંસને મોટી ગીફ્ટ પણ મળી છે. કેમ કે, સલમાનની અપકમિંગ ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"નું ટીઝર રીલીઝ થઇ ગયું છે. જેમાં તે આર્મી ઓફિસર તરીકે જોવા મળી રહ્યો છે. આ ટીઝરમાં તે આદિવાસી નાયક "બિરસા મુંડા કી જય, બજરંગ બલી કી જય અને ભારત માતા કી જય" ના નારા લગાવે છે. અ ફિલ્મમાં ચિત્રાંગદા પણ લીડ રોલમાં છે.

સલમાનના 60મા જન્મદિવસના એક દિવસ પહેલાં તેના બાંદ્રા-વર્લી સી લિંક ખાતેના બીઇંગ હ્યુમનના ટ્રસ્ટને લાઈટથી રોશન કરવામાં આવ્યું હતું. ધોની તેની ફેમીલી સાથે અહીંયા પહોંચ્યો હતો. આ સિવાય સલમાન ખાનની નાની બહેન અર્પિતાના પતિ અને અભિનેતા આયુષ શર્મા પાર્ટીમાં પહોંચ્યાં હતા. આ પાર્ટીમાં સોહેલ ખાન પણ પહોંચ્યો હતો.

વધુ વાંચો : બર્થડે ટાણે જ વધી સલમાન ખાનની મુશ્કેલી, આવ્યું કોર્ટનું તેડું, જાણો શું છે સમગ્ર મામલો

આ બર્થડે પાર્ટીમાં કબીર ખાન અને પત્ની મિની માથુર, મનીષ પોલ સિંગર મીકા સિંહ, એક્ટર મહેશ માંજરેકર, હુમા કુરેશી, સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ અને સંગીતા બિજલાની, રકુલ પ્રીત સિંહ પતિ જેકી ભગનાની, એક્ટર સૂરજ પંચોલી પણ હાજર રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Birthday Salman Khan Birthday Party
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ