ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood News Nawazuddin Siddiqui patched up with wife aaliya anand pandey

વિવાદનો અંત / નવાઝુદ્દીન સિદ્દીકીનું તેની પત્ની સાથે થઇ ગયું પેચઅપ, આલિયાએ જણાવ્યું કારણ

Published By: Bhavesh Bhatti

Last Updated: 07:35 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા આનંદ પાંડેનાં મુજબ નવાઝુદ્દીન સિદ્દીકી લગ્નની વર્ષગાંઠ પર પત્ની અને બાળકોને મળવા દુબઈ ગયો હતો. હવે તે સાથે રહેશે અને બહુ જ જલ્દી નવાઝની પત્ની તેના બાળકો સાથે મુંબઈ આવશે.

ADVERTISEMENT

નવાઝુદ્દીન સિદ્દીકીની પર્સનલ લાઈફ લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. અભિનેતાની તેની પત્ની આલિયા આનંદ પાંડેની સાથે ઘરેલું વિવાદ એટલો આગળ વધ્યો હતો કે બંનેએ તલાક લેવાનો નિર્ણય કર્યો હતો. આલિયા બાળકો સાથે દુબઈ રહેતી જ્યારે નવાઝ મુંબઈમાં રહેતો હતો. બંને તરફથી એકબીજા ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં જ આલીયાએ એક ફોટો શેર કરીને બધાને સ્તબ્ધ કરી દીધા.

તેમણે બાળકોની સાથે નવાઝ અને પોતાનો એક ફોટો શેર કર્યો અને લગ્નની વર્ષગાંઠ ઉજવવાનો દાવો કર્યો. આ ફોટોને લઈને ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો અને આ સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે તે અને નવાઝે તેમના બાળકો માટે ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આલિયાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે લગ્નની વર્ષગાંઠ પર નવાઝ મને અને બાળકોને મળવા દુબઈ આવ્યો હતો.

વધુ વાંચો: કરીના-કરિશ્મા અને ગોવિંદા લડશે લોકસભા ચૂંટણી! શિવસેના શિંદે જૂથમાં થઇ શકે છે સામેલ

તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, તેમના લગ્નજીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિનાં કારણે સમસ્યા થઇ હતી પણ હવે બધું સરખું છે. તેમણે એ પણ કહ્યું કે અમારું સાથે આવવાનું પહેલું કારણ અમારા બાળકો છે. આલિયાએ આગળ જણાવ્યું કે, હવે અલગ રહેવાનો કોઈ અર્થ નથી. બાળકો હવે મોટા થઇ રહ્યા છે અને અમારે સાથે રહેવાની જરૂર છે. નવાઝ શોરાને બહુ જ પ્રેમ કરે છે, જે કઈ પણ થયું હતું તેના પછી તે ચિંતામાં હતી. શોરા આ બધું સહન ન કરી શકી. આલિયાએ કહ્યુ કે, નવાઝ પાછો મુંબઈ આવી ગયો છે અને ટૂંક સમયમાં તે પણ તેના બાળકો સાથે મુંબઈ પરત ફરશે, જેથી તે બધા સાથે રહી શકે.

તમને જણાવી દઈએ કે આલિયાએ નવાઝ પર ઘણાં ગંભીર આરોપ લગાવ્યા હતા અને નવાઝ સાથે ઝગડાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો સાથે પર્સનલ ચેટ પણ શેર કરી હતી. આ પછી તેમણે સોશ્યલ મીડિયા પર નવાઝને માફ કર્યો તેવું કહ્યું હતું અને બિગબોસમાં જણાવ્યું કે અમારી વચ્ચે બધું પતી ગયું છે. પણ હવે તે સાથે આવી ગયા છે અને આ વાતથી ફેન્સ ઘણા ખુશ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood News Nawazuddin Siddiqui entertainment news નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવુડ Bollywood News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ