બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / bollywood after leaving the tmkoc show the old anjali bhabhi aka neha mehta will be seen in this gujarati film
ADVERTISEMENT
12 વર્ષો સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની સાથે જોડાયેલી જૂની અંજલી ભાભી એટલે કે નેહા મહેતા હવે ગયા વર્ષે શોથી અલગ થઈ છે. તેના મેકર્સ પરેશાન છે તો ફેન્સ નિરાશ થયા છે. આ પછી મીડિયામાં અનેક ન્યૂઝ આવ્યા કે નેહા મહેતા શોમાં પરત આવી શકે છે. પણ રિયલમાં એવું થશે નહીં. શો છોડ્યા બાદ નેહાએ કહ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી અલગ થયા બાદ તેઓને લાગ્યું કે તે ઘણું કરી શકે છે. હવે તે ફિલ્મો કરવા જઈ રહી છે. નેહા મહેતાની ગુજરાતી ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. તેમાં તે ખાસ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત હશે. તેમાં નેહા પાવરફૂલ રોલમાં જોવા મળઈ શકે છે.

ADVERTISEMENT
સંજય દત્ત સાથે પણ કામ કરી ચૂકી છે નેહા મહેતા
શોમાં રોલ કરતા પહલા નેહા એક હિંદી ફિલ્મ EMIમાં જોવા મળી હતી. તેમા સંજય દત્ત લીડ રોલમા હતા. આ પછી તારક મહેતામાં તેમને ઓફર મળી હતી, શરૂમાં તે અંજલી મહેતાના કેરેક્ટરને લઈને શ્યોર ન હતા પણ તેઓએ તેને સારી રીતે નિભાવ્યો અને 12 વર્ષ સુધી શો સાથે જોડાયેલી રહી.

ADVERTISEMENT
હાલમાં કોણ કરી રહ્યું છે તેમનો રોલ
નેહાએ શો છોડ્યા બાદ સુનૈના ફોજદાર અંજલીનો રોલ કરી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ તેને આ રોલમાં પસંદ કરી રહ્યા છે. સુનૈના ફોજદાર ગયા વર્ષે આ કોમેડી શો સાથે જોડાઈ હતી. હવે દર્શકો પણ તેને પસંદ કરી રહ્યા છે. સુનૈના પોતાના રોલને ખાસ મહત્વ આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.