બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / BJP's master plan prepared before 2024 elections

રાજનીતિ / 2024ની ચૂંટણી પહેલાં ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર, આ 12 દિગ્ગજ મંત્રીઓને ઉતારશે મેદાનમાં!

Priyakant

Last Updated: 03:19 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 News: સૂત્રો મુજબ ભાજપે કેન્દ્ર સરકારમાં સામેલ તમામ મંત્રીઓને લોકસભા ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું, આ દિગ્ગજ મંત્રીઓને ઉતારી શકે છે મેદાનમાં

  • મિશન 2024ને પાર પાડવા ભાજપ એક્ટિવ મોડમાં
  • 2024ની ચૂંટણી પહેલાં ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર
  • આ દિગ્ગજ મંત્રીઓને ઉતારી શકે છે મેદાનમાં

દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ કર્ણાટકમાં મળેલા આંચકા બાદ ભાજપ એક્શનમાં છે. આ તરફ સૂત્રોનું માનીએ તો ભાજપ 2024માં મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. 

2024માં ભાજપે કેન્દ્ર સરકારમાં સામેલ તમામ મંત્રીઓને લોકસભા ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોદી સરકારના ઘણા દિગ્ગજ મંત્રીઓ ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે છે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જેવા નેતાઓ પોતાના માટે વોટ માંગતા જોવા મળી શકે છે. હાલ આ લોકો રાજ્યસભાના સભ્ય છે.

ટોચની નેતાગીરીએ મંત્રીઓને શું સંદેશ આપ્યો ? 
સૂત્રોનું માનીએ તો પાર્ટીની ટોચની નેતાગીરીએ મંત્રીઓને સંદેશ આપ્યો છે કે, તેઓ 2024માં પોતાના માટે લોકસભાની બેઠકો શોધવાનું શરૂ કરે કે જ્યાંથી તેઓ ચૂંટણી લડી શકે. એટલું જ નહીં,આ મંત્રીઓની બેઠકોને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, વિદેશ મંત્રી એસ જયશંકર દિલ્હી અથવા તમિલનાડુની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના દેવઘરથી એકવાર ચૂંટણી જીતી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેઓ ઓડિશામાં જ કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019માં સિંધિયા કોંગ્રેસની ટિકિટ પર ગુના સીટથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપ સામે હારી ગયા હતા. બાદમાં સિંધિયા ભાજપમાં જોડાયા અને રાજ્યસભાના સાંસદ બન્યા. હવે ફરી એકવાર તેઓ લોકસભાની તૈયારી કરી રહ્યા છે.

યાદીમાં કયા કયા મંત્રીઓના નામ ? 

  • નાણાં કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ તમિલનાડુમાંથી ચૂંટણી લડી શકે છે.
  • વિદેશ મંત્રી ડૉ.સુબ્રહ્મણ્યમ જયશંકર તમિલનાડુથી ચૂંટણી લડી શકે છે. 
  • પીયૂષ ગોયલ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ઉપભોક્તા બાબતો, કાપડ મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી શકે છે.
  • શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણીની સીઝનમાં ઓરિસ્સામાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
  • નારાયણ રાણે-સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો: મહારાષ્ટ્ર 
  • સર્બાનંદ સોનોવાલ-આયુષ, બંદરો, શિપિંગ અને જળમાર્ગો: આસામ
  • જ્યોતિરાદિત્ય સિંધિયા-નાગરિક ઉડ્ડયન, સ્ટીલ: મધ્યપ્રદેશ
  • અશ્વિની વૈષ્ણવ-રેલ્વે, કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી: ઓડિશા
  • હરદીપ સિંહ પુરી-પેટ્રોલિયમ, હાઉસિંગ અને અર્બન અફેર્સ: પંજાબ હોય કે જમ્મુ અને કાશ્મીર
  • મનસુખ માંડવિયા-આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, રસાયણો: ગુજરાત
  • ભૂપેન્દ્ર યાદવ-પર્યાવરણ અને શ્રમ: હરિયાણા કે રાજસ્થાન
  • પરસોત્તમ રૂપાલા-મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી: ગુજરાત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ