બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:08 PM, 4 November 2025
ભાજપના પ્રતિષ્ઠિત નેતા અને સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સૂચક ટ્વીટ કરીને ફરી ચર્ચાઓને વેગ આપ્યો છે. ટ્વીટમાં તેમણે કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમનો સંદેશ “દીકરીના નિહાપા લાગ્યા” એવું લખેલો છે, જેના કારણે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
દિકરીના નિહાપા..... લાગ્યા !
— DILEEP SANGHANI (@Dileep_Sanghani) November 3, 2025
દિલીપ સંઘાણીએ આ ટ્વીટ અમરેલીની મુલાકાત બાદ કરી હતી. તેમણે VTVNEWS સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, “અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવનાઓ રજૂ કરી છે.” તેમનો આ સંદેશ તર્ક વિતર્ક અને રાજકીય ચર્ચાઓનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT
હાલની રાજકીય પરિસ્થિતિમાં આ ટ્વીટ પર વિવિધ મંતવ્યો સાંભળવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વિશ્લેષકો પણ આ પરિપ્રેક્ષ્યને લઈને વિવિધ અનુમાન લગાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હજુ વરસાદ ગયો નથી, આ વિસ્તારમાં થશે માવઠું, અંબાલાલની મોટી આગાહી
દિલીપ સંઘાણીએ પોતાની ટ્વીટમાં સીધું નામ નથી લીધું, પરંતુ અમરેલીની પરિસ્થિતિ જોયા પછી તેમણે તેમની ભાવનાઓ રજુ કરી છે તેવું નિવેદન આપીને વધુ ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.