બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / PM મોદીના આગમન પહેલા જ ગાંધીનગરમાં આજે મોટા પાયે બેઠક, ખુદ CM હાજર હશે

તૈયારી / PM મોદીના આગમન પહેલા જ ગાંધીનગરમાં આજે મોટા પાયે બેઠક, ખુદ CM હાજર હશે

Vishal Dave

Last Updated: 09:26 AM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય PM નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી માટે આયોજનની ચર્ચા કરવાનો છે

આજે ભાજપ દ્વારા ગાંધીનગરના કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ રહી છે, જેમાં પાર્ટીના તમામ ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા-શહેરના પ્રમુખો હાજર રહેશે.

ઉપરાંત, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય PM નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી માટે આયોજનની ચર્ચા કરવાનો છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો અને આયોજનની કામગીરી પર વિચારવિમર્શ કરવામાં આવશે.

મહત્વનું છે કે આગામી સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ આવનાર છે, ત્યારે આ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકારે તથા ભાજપ સંગઠને ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટ્સ અને સામાજિક સેવાકાર્યો યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે-સાથે વડાપ્રધાનના જીવનપ્રવાસને દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી તૈયાર કરવાની યોજના પર પણ અંતિમ મહોર લાગી હતી.

આ પણ વાંચોઃ PM મોદીની આજે નિકોલમાં જાહેરસભા, કરશે રોડ શો, એકવાર રૂટ પર નજર મારી લેજો નહીંતર!

આ ઉપરાંત રાજ્ય સરકાર વડાપ્રધાનના જન્મદિવસને લઇને 'સેવા પખવાડીયુ'ઉજવવાનું પણ આયોજન છે. 'સેવા પખવાડિયા'ના કાર્યક્રમોની વિગતો નક્કી કરવામાં આવશે. આ પખવાડિયા અંતર્ગત સમગ્ર રાજ્યમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે, જેમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel BJP Meeting PM Modi’s Birthday
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ