બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હરિયાણા પોલીસે ગુજરાતમાંથી શૂટરને દબોચ્યો, બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા
Last Updated: 08:38 PM, 10 February 2025
મહેસાણામાં પરા વિસ્તારમાંથી શૂટર ઝડપાયો છે. બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકાને લઈ મહેસાણા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી છે. હરિયાણા પોલીસે પરા વિસ્તારમાંથી 4 દિવસ પહેલા જ બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા છે. આરોપી શૂટર છેલ્લા કેટલાય દિવસથી ભાડાના મકાનમાં રહેતો હતો.
ADVERTISEMENT

મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે શૂટરને લઈ હરિયાણા પોલીસ મહેસાણા આવી હતી. હરિયાણા પોલીસે શૂટરને સાથે રાખી રિકન્સ્ટ્ર્ક્શન કર્યું હતું. મહેસાણા પરા વિસ્તારમાં શૂટર રહેતો હતો. છેલ્લા એક મહિનાથી આરોપી મહેસાણાના પરા વિસ્તારમાં રહેતો હતો. બિશ્નોઈ ગેંગનો શૂટર હોવાની આશંકા સાથે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ લુખ્ખાઓને નથી પોલીસનો ડર! 'ડોન છીએ..' કહીને આખી સોસાયટી માથે લીધી, જુઓ CCTV વીડિયો
ADVERTISEMENT
રાહુલ કટારીયા બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હોવાની આશંકા છે. આરોપી નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપી રાહુલ કટારીયાઓ મનોજસિંહ નામે મહેસાણામાં રહેતો હતો. મહેસાણા ક્યાં હેતુથી આવ્યો તે દિશામાં મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Terror of anti-social elementsAnti-social elem
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.