બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / લુખ્ખાઓને નથી પોલીસનો ડર! 'ડોન છીએ..' કહીને આખી સોસાયટી માથે લીધી, જુઓ CCTV વીડિયો

આક્ષેપ / લુખ્ખાઓને નથી પોલીસનો ડર! 'ડોન છીએ..' કહીને આખી સોસાયટી માથે લીધી, જુઓ CCTV વીડિયો

Last Updated: 07:15 PM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અવાર નવાર અસામાજીક તત્વો દ્વારા આતંક મચાવતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે રાણીપમાં અસામાજિક તત્વો દ્વારા સોસાયટીનાં રહીશોને હેરાનગતિ કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમદાવાદનાં રાણીપમાં અસામાજિક તત્વોની હેરાનગતિ સામે આવી છે. રત્નદીપ સોસાયટીમાં ગાળાગાળી કરી સોસાયટી આખી માથે લીધી હતી. અસામાજીક તત્વો દ્વારા બબાલ કરતાં સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં આરોપીઓ દ્વારા પોતાને રાણીપનાં ડોન છીએ તેવો બફાટ કરતાં જોવા મળ્યા હતા. ત્યારે રહીશો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પણ જાણે અસામાજીક તત્વો આગળ લાચાર હોય તેમ રહીશોનું માનવું છે.

પોલીસ પર પણ સ્થાનિકોના ગંભીર આક્ષેપ

અમદાવાદનાં રાણીપમાં રત્નદીપ સોસાયટીમાં અસામાજીક તત્વો દ્વારા સોસાયટીમાં બબાલ કરી હતી. આ સમગ્ર મામલે રહીશો દ્વારા પોલીસને જાણ કરી હતી પરંતું પોલીસ આવી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જે બાદ રહીશો દ્વારા પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ સ્થાનિકો દ્વારા પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધતી નથી.

વધુ વાંચોઃ અમદાવાદીઓ માટે ખુશખબર! ભારત-ઇંગ્લેન્ડ વનડે મેચને લઈ મેટ્રો ટ્રેનનો ટાઈમ વધારાયો

સળગતા સવાલ

  • પોલીસ કેમ આવા લુખ્ખા તત્વોને છાવરી રહ્યું છે?
  • સ્થાનિકોની હેરાનગતિ કેમ નથી દેખાતી પોલીસને?
  • પોતાને "ડોન" સમજીને રોફ જમાવતા લોકો પર ક્યારે થશે કાર્યવાહી?
  • આવા તત્વોને આવી રીતે તોફાન મચાવતા પહેલા નથી લાગતો ડર?
  • પોલીસથી નથી ડરતા આવા લુખ્ખા તત્વો?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Terror of anti-social elements Anti-social elements in Ranip Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ