બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Biporjoy will not change direction now, how to prepare before and after typhoon landfall?

મહામંથન / બિપોરજોય હવે દિશા નહીં બદલે, વાવાઝોડાના લેન્ડફોલ સ્થિતિમાં પહેલા અને પછીની આગોતરી તૈયારી કેવી?

Vishal Khamar

Last Updated: 09:54 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. દરિયા કિનારાનાં વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સ્કૂલ તેમજ કોલેજોમાં રજાઓ જાહે કરી દેવામાં આવી છે. વાવાઝોડું નલિયા અને કરાંચીની વચ્ચે ટકરાવાની શક્યતા છે.

હવામાન વિભાગનું છેલ્લું અપડેટ કહે છે કે હવે બિપોરજોય વાવાઝોડું પોતાની દિશા નહીં બદલે અને નલિયા તથા કરાચીની વચ્ચે ટકરાશે. જો વાવાઝોડું એની નિયત ગતિએ આગળ વધશે તો 15 જૂનના બપોર સુધીમાં કચ્છ તરફ લેન્ડફોલ થશે. હવે સ્વભાવિક છે કે વાવાઝોડું ગુજરાતને ટકરાવવાનું નક્કી થઈ ગયું છે ત્યારે વહીવટીતંત્રએ તૈયારીનું સ્તર પણ ગંભીર કરી દેવું પડે.

વાવાઝોડાને પગલે પ્રધાનમંત્રીએ સમીક્ષા બેઠક યોજી
બિપોરજોયના ખતરાના દિલ્લી સુધી પડઘા પડ્યા છે અને ખુદ પ્રધાનમંત્રીએ પણ સમીક્ષા બેઠક યોજી. મંત્રીઓ, અધિકારીઓ સતત દોડી રહ્યા છે. અને નહીંવત નુકસાન થાય તેના સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.. બિપરજોય વાવાઝોડાની ગુજરાતમાં કેવી અસર થશે, જ્યાં તેની સૌથી વધુ અસર થવાની શક્યતા છે તે વિસ્તારમાં તંત્રની કેવી તૈયારી છે. લેન્ડફોલ પછીની સ્થિતિમાં રાહત સામગ્રી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની કેવી તૈયારી છે. 

  • બિપોરજોય વાવાઝોડું ગુજરાતને અસર કરશે
  • નલિયા અને કરાચીની વચ્ચે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા
  • વાવાઝોડું હવે દિશા નહીં બદલે
  • 15 જૂને બપોરના સમયે વાવાઝોડું ગુજરાતને ટકરાશે

હવામાન વિભાગની આગાહી શું?

બિપોરજોય વાવાઝોડું ગુજરાતને અસર કરશે. નલિયા અને કરાચીની વચ્ચે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા છે.  વાવાઝોડું હવે દિશા નહીં બદલે. ત્યારે  15 જૂને બપોરના સમયે વાવાઝોડું ગુજરાતને ટકરાશે. 14 જૂનની રાતથી જ દરિયામાં વાવાઝોડાની અસર વર્તાશે. કચ્છ, જામનગર, પોરબંદરમાં વધુ અસર વર્તાશે. 5 દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. અત્યારે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં વાવાઝોડું આગળ વધશે. માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે. કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે. માછીમારો 16 જૂન સુધી દરિયો ન ખેડેની સૂચના પણ આપવામાં આવી છે.

  • પૂણેની ભારતીય મૌસમ વિજ્ઞાન સંસ્થાએ સરવે કર્યો
  • 2021માં ચક્રવાતને લઈને એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો
  • છેલ્લા ચાર દાયકામાં અરબી સમુદ્રમાં ચક્રવાતનો સમયગાળો 80% વધ્યો

ચક્રવાત અંગેનો ચિંતાજનક સરવે

પૂણેની ભારતીય મૌસમ વિજ્ઞાન સંસ્થાએ સરવે કર્યો છે.  2021માં ચક્રવાતને લઈને એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.  છેલ્લા ચાર દાયકામાં અરબી સમુદ્રમાં ચક્રવાતનો સમયગાળો 80% વધ્યો. અતિ ગંભીર ચક્રવાતની અવધિ 260% વધી છે.1982 પછી અરબી સમુદ્રમાં ચક્રવાતની સંખ્યામાં 52%નો વધારો થયો. બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાતની સંખ્યામાં 8%નો ઘટાડો થયો. અરબી સમુદ્રના ચક્રવાત વધુ ભયજનક થતા જાય છે. અરબી સમુદ્રના ચક્રવાત ખતરનાક બનવાનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. ચક્રવાતની અવધિ વધે એટલે નુકસાનની સંભાવના વધે છે.

`બિપોરજોય'ની આફત સામે અલર્ટ

દેવભૂમિ દ્વારકા
રૂપેણ બંદરેથી 2 હજાર 500થી વધુ લોકોને ખસેડાયા છે. અરબી સમુદ્રમાં ફસાયેલા 11 લોકોને કોસ્ટગાર્ડે એરલીફ્ટ કર્યા. ઓખા જેટીએ કોસ્ટગાર્ડ અને પોલીસની તૈનાતી. બેટ દ્વારકામાંથી પ્રવાસીઓને પરત બોલાવી લેવાયા.

કચ્છ
કચ્છના નારાયણ સરોવર આસપાસના વિસ્તારના લોકોને અલર્ટ કરાયા. માંડવીના કાંઠા વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત છે. કંડલા પોર્ટ પાસેથી લોકોનું સ્થળાંતર કરાયું. જખૌ બંદર પાસેનું ગામ ખાલી કરાવાયું છે.  કચ્છમાં 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ છે. માંડવીના દરિયાકિનારે જવાની મનાઈ છે. 

જામનગર
જામનગરમાં બંદર નજીક રહેતા 15 હજાર લોકોને અન્યત્ર ખસેડાશે.  મહાપાલિકાએ એકશન પ્લાન તૈયાર કર્યો છે. 

પોરબંદર
પોરબંદરમાં 15 જૂન સુધી શાળામાં રજા જાહેર કરાઈ છે. તેમજ  પોરબંદરમાં PGVCLની ટીમ સ્ટેન્ડ બાય છે.  ડિવિઝનમાં 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરાયો.

જૂનાગઢ
માંગરોળના સેરિયાઝ બારાના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.  ગિરનાર રોપ-વે સેવા બંધ.  પ્રભારીમંત્રીએ વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી.

ગીર-સોમનાથ
મૂળ દ્વારકાના માછીમારોનું સ્થળાંતર કરાયું છે.  સોમનાથ મંદિર પાસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  લોકોને દરિયા નજીક ન જવા સૂચના પણ આપવામાં આવી છે. 

રાજકોટ
14-15 જૂનના રોજ શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ છે.  તેમજ કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે.  રાઘવજી પટેલે PGVCLની તૈયારીઓની સમીક્ષા કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ