બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Biggest news about Gujarat cabinet

BIG BREAKING / 11 કેબિનેટ મંત્રી, 13 રાજ્યકક્ષાના મંત્રી: જુઓ કોને-કોને મળી શકે છે ગુજરાતના મંત્રીમંડળમાં સ્થાન

Published By: Malay

Last Updated: 04:27 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જ 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના મળીને 25 જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.

 

  • પરિણામ બાદ નવા મંત્રમંડળ પર મંથન
  • નવા અને જૂના ચહેરાને નવા મંત્રમંડળમાં મળી શકે સ્થાન 
  • 11 કેબિનેટ તથા 14 રાજ્યકક્ષામંત્રીનો થઈ શકે છે સમાવેશ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે.  ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. ત્યારે આગામી 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.  હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. 

નવા અને જૂના ચહેરાઓને મળી શકે છે સ્થાન
નવી સરકારનું મંત્રમંડળ 22થી 23 સભ્યનું હોવાની સંભાવના છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાઓને સ્થાન મળી શકે છે.  નવી સરકારમાં  10 કે 11 કેબિનેટ મંત્રી અને 12થી 13 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.

જાણો કોને-કોને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન
નવા મંત્રી મંડળમાં હર્ષ સંધવી, જગદિશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, પંકજ દેસાઇ, પૂર્ણેશ મોદી, બાલકૃષ્ણ શુક્લ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, કિરીટસિંહ રાણા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, વિનુ મોરડીયા, કનુ દેસાઇ, શંભુપ્રસાદ તુંડિયા, રમણલાલ વોરા, ગણપત વસાવા, પીસી બરંડા, મુળુ બેરા, ભગવાન બારડ, સી કે રાઉલજી, કૌશિક વેકરિયા સ્થાન મળી શકે છે.


20 મંત્રીઓમાંથી 19ને મળી સફળતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે.  ભૂપેન્દ્ર સરકારના 20 મંત્રીઓમાંથી માત્ર એક જ કાંકરેજના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલા ચૂંટણી હારી ગયા છે. જ્યારે 19 મંત્રીઓ જીતી ગયા છે. જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, જીતુ ચૌધરી, મનીષબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, કુબેર ડિંડોર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમનો સમાવેશ થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat cabinet Gujarat elections 2022 biggest news કોને કોને મળશે સ્થાન ગુજરાત ચૂંટણી ગુજરાત મંત્રીમંડળને લઈ મોટા સમાચાર BIG BREAKING

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ