બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Big surge in eye infection cases in Surat, doctor gives big warning

ચેતવણી / સુરતમાં આંખમાં ઇન્ફેક્શનના કેસોમાં મોટો ઉછાળો, ભૂલથી પણ આ વાયરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં ન આવતા

Malay

Last Updated: 12:40 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આંખમાં ઇન્ફેકશન થવાના કેસમાં વધારો થયો છે. બાળકોથી માંડી મોટેરા સુધીના તમામને આંખમાં ઇન્ફેકશન જોવા મળી રહ્યું છે. ડોક્ટરના કહેવા પ્રમાણે હાલ આંખમાં ઇન્ફેકશનના કેસમાં 40 ટકાનો વધારો થયો છે.

  • સુરતમાં આંખમાં ઇન્ફેકશનનો વાવર 
  • તમામ વયના લોકોમાં જોવા મળ્યું ઇન્ફેકશન 
  • આંખના ઇન્ફેકશનમાં 40 ટકાનો વધારો 

ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ વિવિધ પ્રકારના રોગચાળામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બાદ હવે કંજંક્ટિવાઇટિસના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓમાંથી 40% જેટલા દર્દીઓની આંખમાં ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે. સતત વધી રહેલા કંજંક્ટિવાઇટિસ બીમારીના કારણે ડોક્ટરો પણ સાવચેત રહેવા માટે જણાવી રહ્યાં છે.

કંજંક્ટિવાઇટિસના કેસ 40 ટકા જેટલા વધ્યા 
છેલ્લા પખવાડિયાથી સુરત શહેરમાં કંજંક્ટિવાઇટિસ (આંખ આવવા)નો વાવર દેખાઈ રહ્યો છે. આંખના રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના કહેવા મુજબ શહેરમાં કંજંક્ટિવાઇટિસના કેસ 40 ટકા જેટલા વધ્યા છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કંજંક્ટિવાઇટિસ થાય છે. હાલ મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં આ બીમારી જોવા મળી રહી છે. જેના લક્ષણો અર્થાત ક્લિનીક પેટર્ન જોતા ‘એડીનો વાયરસ’ના ચેપને કારણે કંજંક્ટિવાઇટિસના કેસ વધ્યા હોવાનું જણાઈ રહ્યું છે. 

ડૉ.ઈશા પટેલ (આંખ રોગ નિષ્ણાત, સુરત)

ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે ચેપઃ આંખના રોગોના નિષ્ણાંત
તેમણે જણાવ્યું કે, ‘એડીનો વાઈરસ’ને કારણે શરદી, ખાંસી, તાવ, ઝાડા અને આંખનો ચેપ થાય છે. બીજા વાયરસની તુલનામાં ‘એડીનો વાયરસ'ને કારણે થતું કંજંક્ટિવાઇટિસ વધારે ગંભીર હોય છે. એર બોર્ન ડ્રોપલેટ્સ એટલે કે ખાંસી કે છીંક ખાતી વખતે એ કફ સાથે હવામાં ફેંકાતા કણો અને ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાતો હોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા 90 ટકા લોકોને કંજંક્ટિવાઇટિસનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. શહેરમાં કંજંક્ટિવાઇટિસનો ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.

'છેલ્લા 15 દિવસથી આ બીમારીના દર્દીઓની સંખ્યા વધી' 
સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં હાલ ચોમાસા દરમિયાન રોજિંદી 300 જેટલી આંખ વિભાગ પાસે ઓપીડી આવે છે, જેમાંથી 40% એટલે કે 100થી વધુ દર્દીઓ કંજંક્ટિવાઇટિસ રોગના જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી આ બીમારીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ત્યાં એવી ગેરમાન્યતા છે કે કોઈકની આંખોમાં જોવાથી આ રોગ થઈ શકે છે જે વાત તદ્દન ખોટી હોવાનું પણ ડોક્ટર જણાવી રહ્યા છે. 

ખાસ ટ્રીટમેન્ટ વગર મળી શકે છે રાહતઃ ડોક્ટર
આંખ રોગના નિષ્ણાંત ડૉ.ઈશા પટેલના જણાવ્યા અનુસાર, પિંક આઈઝ તરીકે ઓળખાતી આ બીમારીમાં જો ચેપ તીવ્ર હોય તો આંખના પારદર્શક પટલ કે આંખને હાનિ થઈ શકે છે. છતાં જો તકેદારી રાખવામાં આવે તો શરદીની જેમ ખાસ ટ્રીટમેન્ટ વિના થોડા દિવસોમાં તેમાંથી રાહત મળી શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ