બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Big reveal in Mathura railway accident: What happened was that the train went straight up on the platform

Mathura Train Accident / મથુરા રેલવે દુર્ઘટનામાં મોટો ખુલાસો: એવું શું બન્યું કે ટ્રેન સીધી પ્લેટફોર્મ પર ચઢી ગઇ, સામે આવ્યાં ચોંકાવનારા CCTV

Priyakant

Last Updated: 02:52 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mathura Train Accident News: રાત્રે ટ્રેન અચાનક પ્લેટફોર્મ પર ચઢી ગઈ, પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં નાસભાગ મચી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

  • ઉત્તર પ્રદેશના મથુરામાં 27 સપ્ટેમ્બરની રાત્રે એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ
  • પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં નાસભાગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં 
  • હવે એન્જિનની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા

ઉત્તર પ્રદેશના મથુરામાં 27 સપ્ટેમ્બરની રાત્રે એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ હતી. પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. પ્રારંભિક મીડિયા અહેવાલો મુજબ આ અકસ્માત બ્રેકને બદલે એક્સિલેટર દબાવવાને કારણે થયો હતો. આ તરફ હવે એન્જિનની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના પરથી અકસ્માતનું સાચું કારણ સામે આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના ? 
વાસ્તવમાં ઘટના સમયે તમામ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને ટ્રેનને નિર્ધારિત સ્થળે રોકીને પાર્ક કરવાની હતી. નિશ્ચિત સ્થળ એટલે કે યાર્ડ જ્યાં ટ્રેનો પાર્ક કરવામાં આવે છે. ટ્રેનને યાર્ડમાં લઈ જવાની હતી પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે, તે પહેલા જ લોકો પાઈલટ સીટ પરથી ઉભો થઈ ગયો હતો. પછી લાઇટિંગ સ્ટાફનો કર્મચારી એન્જિનમાં પ્રવેશ્યો. તે કોઈની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. તેની પીઠ પર બેગ હતી. વાત કરતી વખતે તેણે એન્જીનના થ્રોટલ પર બેગ મૂકી અને ટ્રેન આગળ વધવા લાગી. પ્લેટફોર્મ તોડીને તે 30 મીટર ચઢી ગઈ. તે ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો અને પછી થંભી ગઈ. 

એક મીડિયા અહેવાલ મુજબ બેગ પકડનાર લાઇટિંગ સ્ટાફનું નામ સચિન છે. આલ્કોહોલ ટેસ્ટિંગ મશીને પુષ્ટિ કરી કે તે નશાની હાલતમાં હતો. તેના સેમ્પલ બ્લડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે નશાની માત્રા કેટલી છે. આગ્રાના ડિવિઝનલ મેનેજર તેજપ્રકાશ અગ્રવાલે કહ્યું કે, ટ્રેનના આગમન પછી એન્જિન કેબિનની ચાવી ત્યાં પહેલાથી જ હાજર સપોર્ટ સ્ટાફને આપવાની હોય છે. અકસ્માતની રાત્રે સચિનને ​​ચાવી આપવામાં આવી હતી. હાલમાં રેલવેએ 28 પાનાનો તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના આધારે લોકો પાયલટ સહિત 5 રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ