બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news about government jobs: Gujarat government released 3300 recruitments in one fell swoop
Kiran
Last Updated: 05:03 PM, 1 July 2021
ADVERTISEMENT
ગુજરાત સરકારે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા આગામી 2 મહિનામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની થશે ભરતી
રાજ્ય સરકાર પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની થશે ભરતી, ધોરણ 1 થી 5 માં 1300 શિક્ષકોની થશે ભરતી, ધોરણ 6 થી 8 માં 2000 શિક્ષકોની થશે ભરતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર આગામી બે મહિનાની અંદર ભરતી કરશે. સરકાર ધોરણ 6 થી 8 માં વિષય પ્રમાણે શિક્ષકોની યોગ્ય લાયકાત મુજબ ભરતી કરશે ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાયમરી શાળાઓમાં થશે ભરતી.
પ્રાથમિક સ્કૂલોમાં 3300 શિક્ષકોની થશે ભરતી
ગુજરાત વિધાનસભાના બજેટ સેશનમાં બેરોજગારી અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલમાં સરકારે જણાવ્યુ કે, રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયા છે. બે વર્ષમાં 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે.
ધો.1થી 5માં 1300 શિક્ષકોની થશે ભરતી
રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારે બજેટમાં 22 લાખ લોકોને રોજગારી આપવાનો પણ દાવો કર્યો છે. 2 વર્ષમાં રાજ્યમાં મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લામાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
ધો.6થી 8માં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી થશે
ગુજરાતમાં અંદાજીત 1368 જેટલી સરકારી, માધ્યમિક, અને ઉચ્ચત્તર માધ્યામિક સ્કૂલો આવી છે અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ બહોળી છે. બીજી તરફ ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે જેમાં આ તમામ હાઈસ્કૂલોમાં 1758 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે, ત્યારે ધો.6થી 8માં વિષય પ્રમાણે શિક્ષકોની ભરતી થશે.
આગામી 2 મહિનામાં કરવામાં આવશે ભરતી
રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે ગુજરાતી માધ્યમની પ્રાથમિક અને અપર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાનાર છે. જે આગામી 2 મહિનામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.