31 જાન્યુઆરીએ સરકારી નોકરીની તૈયારીઓ કરતા લોકો સારા સમાચાર આવશે. કેમ કે, 10માં પાસ યુવા માટે રેલવેમાં ગ્રુપ Dની 22000 અને પોસ્ટના GDS પદોની 28740 પદોની ભરતી પડશે. જેમાં પોસ્ટ વિભાગની http://indiapostgdsonline.gov.in પર જઈને 14 ફેબ્રુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકાય છે. તેની છેલી તારીખ 16 ફેબ્રુઆરી 2026 છે. તેમાં પેહલી લીસ્ટ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ આવશે. તો રેલવેમાં ગ્રુપ Dની ભરતી માટે www.rrbapply.gov.in પર જઈને 2 માર્ચ 2026 સુધી ફોર્મ ભરી શકાય છે.
- GDS અને રેલવેમાં મોટું અંતર
રેલવેમાં ગ્રુપ Dની ભરતીમાં લેખિત અને ફીઝીકલ ટેસ્ટ થશે તો GDS માં કોઈ લેખિત પરીક્ષા નહીં હોય. આ પસંદગી 10 માં માર્ક્સ આધારે થશે.
- GDSની ભરતીમાં આયુ સીમા
આ ભરતીમાં મિંજઈમમ 18 વર્ષ અને મેક્સિમમ 40 વર્ષ છે. તો SC, STને 5 વર્ષની છૂટછાટ અપાશે અને OBC ને 3 વર્ષની છૂટછાટ અપાશે.

- GDSની ભરતીમાં એજ્યુકેશન યોગ્યતા
10મુ પાસ, મેથ્સ અને અંગ્રેજી સાથે હોવું જોઈએ. જે સર્કલ માટે ફોર્મ ભરી રહ્યા હોય ત્યાંની સ્થાનિક ભાષા આવડતી હોવી જોઈએ. તેમને કોમ્પ્યુટરનું નોલેજ અને સાયકલ પણ આવડતી હોવી જોઈએ.
- GDSની ભરતીમાં પગાર
બીપીએમ પદ માટે 12000 રૂપિયાથી લઇ 29380 રૂપિયા. એબીપીએમ/ પોસ્ટ સેવક માટે 10000 થી લઇ 24470 રૂપિયા અપગર હશે.
- પસંદગી પ્રોસેસ
ફોર્મ આહારે મેરીટ લિસ્ટ તૈયાર થશે. જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારને સબંધિત ડિવિઝનલ હેડથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થશે. ઉચ્ચ યોગ્યતા રાખતા લોકોને કોઈ પ્રાથમિકતા નહીં અપાય. જનરલ અને ઓબીસી માટે ફોર્મ ભરવા માટે 100 રૂપિયા અને SC, ST, OBC, મહિલા માટે કોઈ ફી નથી.
- રેલવે ગ્રુપ Dમાં આયુ સીમા
આ ભરતીમાં 18થી 33 વર્ષના લોકો ફોર્મ ભરી શકે છે. ઓબીસી માટે 3 વર્ષ અને SC, ST માટે 5 વર્ષની છૂટછાટ હશે.
- રેલવે ગ્રુપ Dમાં પસંદગી પ્રોસેસ
ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટથી થશે. ત્યાર બાદ ફિઝિકલ ટેસ્ટ થશે. સફળ ઉમેદવારને પીઈટીમાં બોલાવાશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી મેડિકલ થશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોને 18000 રૂપિયા પગાર મળશે.
- રેલવે ગ્રુપ Dમાં ફી
આ ભરતીમાં જનરલ, ઈડબલ્યુએસ અને ઓબીસીને 500 રૂપિયા, જો તમે ફર્સ્ટ સ્ટેજ સીબીટી પરીક્ષામાં બેસો છો તો 400 રૂપિયા રિફંડ કરાશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ