બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhoneના ભાવમાં મોટો વધારો? નવા-જૂના મોડલ ₹10 હજાર સુધી મોંઘા થઈ શકે
6 ફોટો ગેલેરી
Last Updated: 08:57 PM, 12 August 2026
1/6
iPhone 18 Proના લોન્ચ સાથે તમામ iPhone મોડલની કિંમતમાં 10,000 સુધીનો વધારો થઈ શકે છે. આ માહિતી લીક રિપોર્ટ્સના આધારે સામે આવી છે અને અનેક મીડિયા રિપોર્ટ્સમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ દાવો સાચો સાબિત થાય તો નવા મોડલ સાથે સાથે હાલ બજારમાં વેચાતા જૂના iPhone પણ મોંઘા થઈ શકે છે.
2/6
Appleએ જૂન મહિનામાં પોતાના ઘણા ડિવાઈસની કિંમત વધારી હતી. તેમાં નવું એન્ટ્રી-લેવલ MacBook Neo, M5 ચિપવાળા MacBook Air અને MacBook Pro, M4 ચિપવાળું Mac Mini, iPad મોડલ અને કેટલાક સ્માર્ટ હોમ ડિવાઈસ સામેલ હતા. જોકે તે સમયે કંપનીએ હાલના iPhone મોડલની કિંમતમાં વધારો કર્યો નહોતો. ત્યારથી iPhoneની કિંમત વધવાની ખબરો સતત સામે આવી રહી છે.
3/6
મીડિયા રિપોર્ટ્સ મુજબ Apple 8 સપ્ટેમ્બર સુધીમાં તમામ નવા અને જૂના iPhone મોડલની કિંમતમાં 100 ડોલર એટલે કે આશરે 10,000 રૂપિયાનો વધારો કરી શકે છે. આ વધારો iPhone 18 Pro, iPhone 18 Pro Max અને કંપનીના પહેલા બુક-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોન iPhone Ultraના લોન્ચ સાથે થઈ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા iPhone 18 Pro લાઈનઅપના લોન્ચની આસપાસ તમામ iPhoneની કિંમત વધારી શકાય છે. કંપની હાલના iPhone 17, iPhone Air અને iPhone 17eની કિંમત પણ વધારી શકે છે. જ્યારે iPhone 17 Pro અને iPhone 17 Pro Max સાથે 2024માં લોન્ચ થયેલા iPhone 16 અને iPhone 16 Plusને બંધ કરવાની સંભાવના છે.
4/6
5/6
હાલ Apple Indiaની વેબસાઈટ પર 256GBવાળા iPhone 17ની શરૂઆતની કિંમત 82,900 છે. iPhone Airની કિંમત 1,19,900 અને iPhone 17eની શરૂઆતની કિંમત 64,900 છે. જો આશરે 10,000નો વધારો થાય તો આ કિંમતો અનુક્રમે ₹92,900, 1,29,900 અને 74,900 થઈ શકે છે. જોકે આ કિંમતો હજુ સંભવિત છે અને Appleએ તેને કન્ફર્મ કર્યું નથી.
6/6
Appleના CEO Tim Cookએ જૂનમાં The Wall Street Journal સાથેની વાતચીતમાં વધતી મેન્યુફેક્ચરિંગ કોસ્ટનો સંકેત આપ્યો હતો. તેમને કહ્યું હતું કે કંપની માટે વધતી કિંમતને લાંબા સમય સુધી પોતે ઉપાડવી મુશ્કેલ છે. આથી પણ ભવિષ્યમાં કિંમત વધવાની સંભાવનાને બળ મળ્યું છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આવનારા iPhone 18 Pro અને iPhone 18 Pro Maxની કિંમત હાલના iPhone 17 Pro અને iPhone 17 Pro Maxની સરખામણીમાં ઘણી વધારે હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ