બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 04:12 PM, 13 October 2021
રાજ્ય સરકારની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે ભરતીમાં વય મર્યાદાની એક વર્ષની છૂટછાટ આપી છે. સરકાર તરફથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે કોરોનાની સ્થિતિમાં અનેક ભરતી માટેની યુવાનોએ તકલીફો વેઠી છે. જેને ધ્યાને રાખી વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય 1/9/2021થી લાગુ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.ટેટમાં આ સમય મર્યાદા નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી રહેશે. તેમજ આ નિર્ણયને કારણે 3300 જેટલી ભરતી પણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ઉમેદવારોને થશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરકારી નોકરીમાં વયમર્યાદામાં વધારો
કેબિનેટ બેઠકમાં 100 દિવસનો એક્સન પ્લાન રજુ થયો
વર્ષ 2022ની ચૂંટણીમાં રાજ્ય સરકાર અત્યારથી જ એક્શન મોડમાં છે. જેમાં તમામ વિભાગને મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની સૂચના અપાઇ છે. ગુજરાત સરકારના તમામ વિભાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આજે કેબિનેટ બેઠકમાં 100 દિવસનો એક્સન પ્લાન રજુ કર્યો હતો.જેમાં પ્રજાલક્ષી મુદ્દાઓ ને પ્રથમ હરોળમાં રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ ચૂંટણી પહેલા લોકો હિતના તમામ કાર્યોને પ્રાયોરિટીના ધોરણે ઉકેલવા આદેશ આપી દેવામાં આવ્યા છે..મહેસુલ, આરોગ્ય, નાણાં વિભાગ, રમતગમત, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, વન વિભાગ, અનુસૂચિત જન જાતિ વિભાગ, ટુરિઝમ, સહિત વિવિધ વિભાગોમાં સરકારી ભરતી સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.