બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / Big blow to Bangladesh in the middle of World Cup, captain Shakib Al Hasan was out, time out issue came into discussion

World Cup 2023 / વર્લ્ડકપની વચ્ચે બાંગ્લાદેશને મોટો ફટકો, કેપ્ટન શાકિબ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર, ટાઈમ આઉટ મામલે આવ્યો હતો ચર્ચામાં

Pravin Joshi

Last Updated: 06:39 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન તર્જનીમાં ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર છે. બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપ 2023ની 8 મેચમાં 2 જીત અને 6 હાર મળી છે. બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

  • બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર 
  • બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપ 2023ની 8 મેચમાં 2 જીત અને 6 હાર મળી 
  • બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ 


વર્લ્ડ કપ 2023: બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપ 2023ની મધ્યમાં મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં શ્રીલંકા સામે બેટિંગ કરતી વખતે ડાબા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પોતાની તર્જની આંગળીમાં ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમને વર્લ્ડ કપ 2023ની 8 મેચમાં 2 જીત અને 6 હાર મળી છે. બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશે તેની છેલ્લી લીગ સ્ટેજની મેચ 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે.

ઈજાના કારણે કેપ્ટન ટુર્નામેન્ટમાંથી બહાર

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023ની મેચ રમી શકશે નહીં. શાકિબ અલ હસનનું ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023માં ન રમવું બાંગ્લાદેશની ટીમ માટે મોટો ઝટકો છે. 6 નવેમ્બરે દિલ્હીમાં શ્રીલંકા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં 280 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે શાકિબ અલ હસને 65 બોલમાં 82 રન બનાવ્યા હતા. શાકિબ અલ હસનની ઇનિંગ્સમાં 12 ફોર અને 2 સિક્સ સામેલ હતી. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ફિઝિયો બાયજેદુલ ઈસ્લામ ખાને શાકિબ અલ હસનની ઈજા અંગે મોટું અપડેટ આપતા કહ્યું કે, 'શાકિબ અલ હસનની ડાબી તર્જની આંગળીમાં ઈજા થઈ હતી, પરંતુ તેણે પેઈનકિલર લઈને બેટિંગ ચાલુ રાખી હતી. સોમવારે દિલ્હીમાં શ્રીલંકા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચ બાદ શાકિબ અલ હસનનો ઉતાવળમાં એક્સ-રે કરવામાં આવ્યો હતો. એક્સ-રેમાં શાકિબ અલ હસનના ડાબા પીઆઈપી જોઈન્ટમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ. શાકિબ અલ હસનના સ્વસ્થ થવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે. શાકિબ અલ હસન આજે પુનર્વસન માટે બાંગ્લાદેશ જવા રવાના થશે.

શાકિબ ટાઇમ આઉટને કારણે ચર્ચામાં આવ્યો હતો

બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન સોમવારે શ્રીલંકા સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ટાઇમ આઉટ થવાને કારણે ચર્ચામાં આવ્યો હતો. આ મેચમાં શાકિબ અલ હસનની અપીલ પર શ્રીલંકાના અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યુસને 'ટાઈમ આઉટ' આપવામાં આવ્યો હતો. એન્જેલો મેથ્યુસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રીતે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. શાકિબ અલ હસને મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી અને અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે તેને આઉટ જાહેર કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ