બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Big announcement from DYCM Nitin Patel,There are 3 benefits to having a PM public health card
ADVERTISEMENT
કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાની સૌથી મોટી અને ગરીબોને સૌથી વધુ સહાય રૂપ થતી યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, આ એક જ કાર્ડથી ગરીબ જ પરિવારોને 5 લાખ સુધીની મફત સરકાર તરફથી સહાય મળે છે તેમાં મોટી મોટી કેન્સરથી માંડી,સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર, જેવા 2000 જેટલા રોગોની સારવાર મળે છે. તો સામે ગુજરાત સરકારની પણ ઘણી આરોગ્ય લક્ષી સેવાઓ જેવી કે મા વાત્સલ્ય, માં અમૃતમ યોજના પણ 5 લાખ રૂપિયાની ગરીબોને સારવાર સહાય કરતી યોજના છે.
ADVERTISEMENT
DYCM નીતિન પટેલની જાહેરાત
DYCM નીતિન પટેલ પટેલે યોજનાનો વિસ્તાર વધારવા અને લાભાર્થીને વધુ લાભ પહોંચાડવાના હેતુસર પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડમાં હવે એક આયુષ્યમાન યોજનાનો નહીં પરતું એ સિવાય રાજ્ય સરકારની બીજી બે યોજના મા વાત્સલ્ય, મા અમૃતમ યોજનાને પણ સાંકળી લીધી છે. આ યોજના માટે 1400 કરોડનું પ્રિમિયમ રાજ્ય સરકાર ભરશે તેવી પણ જાહેરાત કરી છે. ત્રણેય યોજનાઓને એક કરી 2000 જેટલા રોગોની સારવાર લાભાર્થીને મળશે તેવી પણ જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે મહત્વનું છે કે કેન્દ્રનું પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અને રાજ્યનું માં અમૃતમ કાર્ડ અત્યાર સુધી આ બંને કાર્ડની મદદથી સારવાર લઈ શકાતી હતી પરંતું તેમાં જો કોઈ લાભાર્થીને બંને કાર્ડ મળ્યા હોય તો લાભાર્થી સેવાનો લાભ લેવામાં મુશ્કેલી સર્જાતી હતી આથી બંને યોજનાનો એક જ કાર્ડમાં સમાવેશ કરી યોજનાને અને તેના લાભને વધુ સરળ બનાવવાનો પ્રયાસ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે જેનો લાભ હવે દરેક લાભાર્થી પરિવારો મેળવી શકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડમાં કઈ યોજનાનો સમાવેશ
1 આયુષ્યમાન યોજના- કેન્દ્ર સરકાર
2 મા વાત્સલ્ય- રાજ્ય સરકાર
3 મા અમૃતમ યોજના - રાજ્ય સરકાર
આમ, ઉપરથી ત્રણેય યોજનાને મર્જ કરવામાં આવી છે જેમાં ભરવું પડતું 1400 કરોડનું પ્રિમિયમ રાજ્ય સરકાર ભરશે તેવી પણ જાહેરાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેન્દ્રની સૌથી મોટી સ્વાસ્થય યોજના
૧૫ ઓગસ્ટ ૨૦૧૮ દેશના વડાપ્રધાનએ Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) ની ઘોષણા કરી હતી. આ યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ દેશના લગભગ 10 કરોડ પરિવાર એટલે કે લગભગ ૫૦ કરોડ લોકોને દર વર્ષે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજના નો લાભ અંદાજીત 8 કરોડ ગ્રામિણ પરિવારો અને 2.4 કરોડ શહેરી પરિવારો ને મળશે.આવી રીતે દેશની લગભગ ૪૦% જનસંખ્યા ને સ્વાસ્થ્ય વીમો મળશે.આ યોજના માં લાભાર્થી પરિવારો ને યોજના સાથે જોડાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મા તદન મફત સારવાર મળશે.
ADVERTISEMENT
યોજનાનો લાભ કોને મળશે?
આ યોજના નો લાભ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી દરમ્યાન ગરીબ તરીકે ચિન્હિત કરેલા બધા પરિવારોને મળશે. આ યોજનામા ઉમ્ર કે પરિવારના આકારની કોઈ લીમીટ નથી. અને હા જે લોકો ૨૦૧૧ પછી ગરીબ બન્યા હોય એવા લોકો/પરિવારોને આ યોજનાનો લાભ મળશે નહી!
યોજનાના લાભાર્થીમાં નામ છે કે નહીં?
PMJAY યોજના મા તમારું નામ છે કે નહી તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો. એના માટે તમારે mera.pmjay.gov.in ની વેબસાઈટ પર જવાનું રહેશે.વેબસાઈટ પૂરી ખુલી ગયા બાદ ત્યાં આપવામાં આવેલ બોક્ષ માં તમારો મોબાઈલ નંબર અને ત્યાં આપવામાં આવેલ સિક્યુરિટી કોડ નાખો. ત્યારબાદ Generate OTP બટન પર ક્લિક કરો જેથી તમારા મોબાઈલ પર એક OTP આવશે. આ OTP ને વેબસાઈટ પર ઈનપુટ કરી Submit બટન પર ક્લિક કરો. આવું કરવાથી એક બીજું પેજ ખુલશે, જેમાં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ સર્ચ કરવા માટે 4 ઓપ્શન આપવામાં આવેલા હશે, નામથી, રેશનકાર્ડ નંબરથી, મોબાઈલ નંબરથી અને RSBY URN નંબરથી. કોઈપણ એક ઓપ્શન પસંદ કરી તે અનુસાર ડીટેલ્સ નાખી Search બટન પર ક્લિક કરવાથી તમને પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ મળ્યું છે કે કેમ તેને ચકાસી શકો છો.
લાભ કેવી રીતે મળશે?
PMJAY યોજના માટે લાભાર્થી ને કોઈ સ્પેશીયલ કાર્ડની જરૂર નહી પડે. લાભાર્થીએ માત્ર પોતાની ઓળખાણ સ્થાપિત કરવાની આ યોજના સાથે સંકળાયેલ દરેક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમા “આયુષ્યમાન હેલ્પ ડેસ્ક” હશે. જ્યાં લાભાર્થી એ પોતાની પાત્રતા, ડોક્યુમેન્ટ્સ આપી પુરવાર કરવાની રહેશે. પાત્રતા પુરવાર થઇ ગયા પછી લાભાર્થીને 5 લાખ સુધીની સારવાર તદ્દન મફત કરવામાં આવે છે
હવે એક કાર્ડથી 2000 રોગોની સારવાર થઈ શકશે
આયુષ્માન ભારત યોજનામાં દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 2000 જેટલા રોગોની સારવાર મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.