બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / Bhavnagar ST bus service started in Kotiya village for first time after independence
ભાવનગર: એક તરફ જયારે ગુજરાતને વિકાસનું મોડલ ગણાવવામાં આવે છે, રાજ્યમાં આધુનિક સુખ સુવિધાઓ વધી રહી છે. જાહેર સેવાઓની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રકચર પણ જબરદસ્ત રીતે સુધરી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાંનાં લોકોએ ગામમાં ક્યારેય એસટી બસની સુવિધા જોઈ ન હતી. એમ તો આ વાત નવાઈ પમાડે એવી છે, કેમ કે એકબાજુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ગામને આઝાદીના 76 વર્ષ થયા છતાં એસટીની સુવિધા મળી ન હતી. ત્યારે હવે ગામમાં પ્રથમ વખત સરકારી બસ આવી ત્યારે ગ્રામજનોમાં ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો હતો.
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. આ ગામના લોકોએ આઝાદી પછી પહેલી જ વાર પોતાના ગામમાં ST બસ જોઈ. પહેલી વખત આવેલી બસને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું. ત્યારે ગ્રામજનોએ વાજતેગાજતે બસનું સામૈયું કર્યું. આ ગામમાં ભાવનગરના તળાજા ડેપો દ્વારા ડેલી સર્વિસ ST બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગામમાં સરકારી બસની સુવિધા શરૂ થતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, જાણો તાપમાનમાં થશે કેટલી ડિગ્રીનો વધારો
ADVERTISEMENT
સરકારી બસની સુવિધા ગામમાં શરૂ થતા ગામના લોકોએ પહેલીવાર ગામે પહોંચેલી બસમાં બેસવાની મજા પણ માણી હતી. ગામના લોકોએ બસ અને બસના ડ્રાઈવર બંનેનું સામૈયા કરીને સ્વાગત કર્યું હતું. ગામની દીકરીઓ અને સાધુસંતોએ પણ ઘણા ઉત્સાહ સાથે બસના વધામણા કર્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.