બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન

દેવ દર્શન / ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન

Last Updated: 06:30 AM, 20 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર શહેરમાં 44 વર્ષ પહેલા મેઘાણી સર્કલ વિસ્તારમાં સાંઈભક્તો અને દાતાઓના સહકારથી સાંઈબાબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ અને શનિદેવ મહારાજનું મંદિર પણ આવેલું છે. મંદિરે આવતા ભકતજનો સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ભાવનગર શહેરમાં 44 વર્ષ પહેલા મેઘાણી સર્કલ વિસ્તારમાં સાંઈભક્તો અને દાતાઓના સહકારથી સાંઈબાબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં નાના મંદિર બાદ આજે વિશાળ શિખરબદ્ધ મંદિર બન્યું છે. સમય જતાં ભક્તોનો સહયોગ અવરિત ચાલુ રહેતા મંદિર પરિસરમાં સાંઈબાબાના મંદિરની સાથે શનિદેવનું મંદિર અને દ્વાદશ જ્યોતિર્લિંગ તેમજ અન્ય મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે. ભાવનગરવાસીઓ સાંઈ મંદિરે અતૂટ શ્રદ્ધા ધરાવે છે.

d 3

ભાવનગર શહેરની મધ્યમાં સાંઈબાબાનું મંદિર

એક સમયે મંદિર શહેર થી દુર હતું. જેમજેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ મંદિર હાલ શહેરની મધ્યમાં આવી ગયુ છે. સાંઈબાબાનુ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાના કારણે જાણીતું બન્યું છે. ભાવનગરના આ મંદિરમાં શિરડીમાં આવેલા સાંઈબાબાની પ્રતિમા જેવી જ વિશાળ પ્રતિમાનુ સ્થાપન ભવ્ય સિહાસન પર કરવામાં આવ્યુ છે. ભાવનગર શહેરમાં આવેલા આ સાંઈબાબાના મંદિરની સાથે મંદિરમાં બનાવવામાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ, જે એક જ જગ્યા દેશના બાર જ્યોતિર્લિંગના દર્શન ભકતજનો એક સાથે કરી શકે છે. મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભકતજનો મહાદેવના દર્શન કરવા આવે છે અને ધન્ય થાય છે. મંદિર પરિસરમાં શનિદેવ મહાદેવના મંદિરે શની જયંતિ તેમજ અન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભકતજનો આવે છે અને શની પૂજા કરી ધન્યતા અનુભવે છે.

d 1

આ પણ વાંચો: પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ

આસ્થાનો ધોધ, સેવાની સરવાણી

ભાવનગરમાં આવેલા સાંઈબાબાના મંદિરે દર ગુરૂવારે સાંજે દર્શન માટે આવતા ભકતજનોને કઢી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. દર ગુરૂવારે ૨ થી ૩ હજાર લોકો કઢી ખીચડીના પ્રસાદનો લ્હાવો લે છે. મંદિરે ભક્તિ તો થાય છે જ સાથે સાંઇ સમાજ સેવા ટ્રસ્ટ મધ્યમ વર્ગના લોકોને માત્ર ૧૦ રૂપિયામાં ભોજન પણ આપે છે. જેનો લાભ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. મંદિર પરિસરમાં સાંઈબાબાની એક વિશાળ મુર્તિ છે જેને સમયાંતરે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરવા માટે ફેરવવામાં આવે છે. ભાવનગરનું એક ગ્રુપ છેલ્લા ૨૦ વર્ષથી ભાવનગરથી શિરડી પગપાળા સંઘ લઇને જાય છે અને સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સાંઈબાબાના મંદિર ખાતે સાંઈબાબાના પાટોત્સવનો તહેવાર તેમજ રામનવમી, શ્રાવણ માસ અને અન્ય તહેવારો તેમજ ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહ ભેર ઉજવવામાં આવે છે. મંદિરે નિયમિત દર્શને આવતા ભકતજનોની સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા છે એટલે તેમના પોતાના જીવનમાં આવેલા સુખ,શાંતિ અને સમૃદ્ધિને સાંઈબાબાના આશીર્વાદ ગણાવે છે

d 2

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sai Baba Dham Sai Baba Temple Dev Darshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ