બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ

દેવ દર્શન / પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને કરી હતી શિવલિંગની સ્થાપના, વાળીનાથ મહાદેવનો છે રોચક ઈતિહાસ

Last Updated: 06:30 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાભારતકાળ સમય સાથે જોડાયેલું શિવલિંગ મંદિરના પ્રાંગણમાં બિરાજમાન છે. ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમા વચ્ચે પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને સ્થાપિત કરેલુ શિવલિંગ આવેલુ છે.

અમદાવાદ શહેર નજીક ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમ વચ્ચે વાળીનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. ત્રણ ગામની વચ્ચે આવેલું મહાદેવજીનું મંદિર આશરે પચીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલુ છે. મહાભારતકાળ સમય સાથે જોડાયેલું શિવલિંગ મંદિરના પ્રાંગણમાં બિરાજમાન છે. ગોધાવી, નીધરાડ અને કાણેટી ગામની સીમા વચ્ચે પાંડવોના અજ્ઞાતવાસ સમયે અર્જુને સ્થાપિત કરેલુ શિવલિંગ આવેલુ છે. આ શિવલિંગ વાળીનાથ મહાદેવના નામથી પ્રચલિત છે. વર્તમાન સમયનું ધોળકા જે પહેલા ધવલ્લક નગરી અને તેની પણ પહેલા વિરાટનગરી તરીકે ઓળખાતુ હતુ. વિરાટનગરીના રાજા વિરાટને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન રોકાયા હતા. ત્યારે વિરાટ રાજાના સાળા કિંચકે દ્રૌપદી પર કુદ્રષ્ટી કરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો એટલે ભીમે કીંચકનો વધ કર્યો ત્યારે કીંચકની ચીસ હસ્તિનાપુર સુધી સંભળાઈ હતી અને ત્યાં દુર્યોધનને ખ્યાલ આવી ગયો કે કીંચકને ભીમ સિવાય કોઈ મારી શકે નહીં એટલે પાંડવો ક્યાં છે તે દિશા મળી ગયી હતી. અને વિરાટનગરીમાં આવી દુર્યોધને ગાયોનું હરણ કર્યુ હતુ. વિરાટ રાજા તે સમયે હતા નહિં એટલે તેમનો પુત્ર ઉત્તમ કુમાર ગાયોને બચાવવા યુધ્ધે ચડ્યો અને શ્રાપથી બ્રુહ્નલ્લા બનેલા અર્જુને ઉત્તમકુમારના સારથી બની ગાયોને બચાવી પાછી લઈ આવ્યા હતા.

અમદાવાદ નજીક ત્રણ ગામ વચ્ચે બિરાજમાન વાળીનાથ મહાદેવ

ગાયોને બચાવી ઉત્તમકુમારે અને અર્જુને આ સ્થળ પર રાતવાસો કર્યો હતો અને સવારે પૂજા કરવા અર્જુને અહિં શિવલિંગની સ્થાપના હતી. ગાયો આ સ્થળેથી પાછી વાળવામાં આવી એટલે વાળીનાથ મહાદેવ નામ રાખવામાં આવ્યુ હતુ. અને વાળીનાથ મહાદેવના મંદિરની આસપાસ આવેલા ગામના નામ પણ ગાયોને છોડાવ્યા પછી જે ગામથી ગાયો પસાર થઈ અને જે પ્રસંગ બન્યા તે પ્રમાણે પડ્યા. ગાયોનું તેમના વાછરડા સાથે મિલન થયુ અને વાછરડાને તેમની માતાનું દૂધ પીવા મળ્યુ એટલે ગૌધાવી, માટે અહિં એક ગામનું નામ ગૌધાવી થયુ જે અપભ્રંસ થઈ વર્તમાનમાં ગોધાવી નામથી ઓળખાય છે. જ્યારે અર્જુને અહિંથી જવા પ્રસ્થાન કર્યુ ત્યારે આગળ જતાં ધરા નહોતી એટલે તે જગ્યાનું નામ નીધરા પડ્યુ જે હાલનું નીધરા, ગાયોના ચાલવાથી જે રજ ઉડી હતી તે સ્થળનુ નામ ગોરજ પડ્યુ હતું. અને ગાયો તરસી થઈ હતી ત્યારે અર્જુને બાણ મારી ગંગા ઉત્પન્ન કરી હતી તે સ્થળ એટલે મોડાસર ગામમાં આવેલુ બાણગંગા સરોવર. મહાભારતકાળ સાથે જોડાયેલા વાળીનાથ મહાદેવના મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ સકારાત્ક તરંગોનો અહેસાસ થાય છે.

D 1

મંદિરે ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે

પૌરાણિક શિવલિંગ મંદિરની બહાર પરિસરમાં આવેલુ છે. મહાભારતકાળ પછી આ ધરા પર અનેક તપસ્વીઓએ તપ કર્યા છે. અનેક તપસ્વીઓએ પ્રાચીન શિવલિંગની પૂજા અર્ચના કરેલી છે. ઘણા સાધુસંતોની સમાધી આ સ્થળે આવેલી છે. ખુલ્લા વાતાવરણમાં આવેલા શિવલિંગની આજુબાજુ બિલીના ઝાડ જાણે પોતે જ શિવલિંગ પર અભિષેક કરતા હોય છે. નિયમિત મંદિરે આવતા ભાવિક ભક્તો શિવલિંગ પર જળ અને ફુલોથી અભિષેક કરી ભોળાના સાનિધ્યમાં શાંતિનો અહેસાસ કરે છે. શિવરાત્રીમાં વાળીનાથ મહાદેવના મંદિરે ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. મંદિરની આજુબાજુમાં આવેલા ગામના લોકો હર્ષોલ્લાસ સાથે તેમાં જોડાય છે અને મહાદેવજીના દર્શન કરી કુદરતી વાતાવરણમાં ભક્તિના રંગે રંગાઈ મહાદેવજીના સ્મરણમાં લીન થઈ જાય છે. શ્રાવણ માસમાં વાળીનાથ મંદિરે દરરોજ શિવભક્તોની ભીડ જામે છે મંદિરની આજુબાજુ આવેલા ત્રણેય ગામના લોકો મંદિરે આવી ભોળાનાથને બિલીપત્ર, દૂધ અને જળનો અભિષેક કરી મંદિરે કરવામાં આવતા ભજન કીર્તનમાં જોડાય છે. સમગ્ર દિવસ દરમ્યાન મંદિરે કરવામાં આવતા ભજન કીર્તનથી મંદિરની આજુબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.

D 2

આ પણ વાંચો: ગુજરાતમાં અહીં બિરાજમાન સ્વયંભુ કષ્ટ નિવારણ હનુમાનદાદા, સચોટ નિવારણનો છે પરચો

D 5

ગણપતિજીના મંદિરની સામે હનુમાનજીનું મંદિર

વાળીનાથ મહાદેવ મંદિર પરિસરમાં અષ્ટવિનાયક ગણપતિજીનું મંદિર બનાવવામાં આવ્યુ છે મંદિરમાં ગણપતિજી સાથે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન કરવામાં આવ્યા છે. ગણપતિજીના મંદિરની સામે હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યુ છે. મંદિરમાં હનુમાનજીની સુંદર મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ છે. શનિવારે હનુમાનજીના મંદિરે દર્શને આવતા ભાવિકોનો મેળો જામે છે. અને હનુમાનદાદાને ધરાવવામાં આવતા ખીચડીના પ્રસાદનો લ્હાવો લે છે. દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓને હનુમાનજી પર અતૂટ શ્રદ્ધા છે. શહેરથી દૂર કુદરતી વાતાવરણમાં આવેલા વાળીનાથ મહાદેવના મંદિરનું પરિસર પક્ષીઓના કિલકિલાટ સતત ગુંજતુ રહે છે. ગ્રામવાસીઓએ પક્ષીઓના રહેવા માટે સુદર ચબૂતરો બનાવ્યો છે. જ્યાં દર્શને આવતા પક્ષીપ્રેમીઓ તેમને ચણ નાંખી ભક્તિ સાથે સેવાકાર્ય કરી ધન્યતાનો અહેસાસ કરે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ઘણા ભાવિક ભક્તો દર્શન કર્યા પછી મંદિર પરિસરમાં સેવાકાર્ય કરી ધન્યતાની લાગણીનો અહેસાસ કરે છે. ત્રણ ગામની સીમમાં કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા વાળીનાથ મહાદેવજીના મંદિરે સવારે અને સાંજે કરવામાં આવતી આરતીના સમયે થતા ઘંટનાદ અને નગારાના રણકારથી મંદિરની આજુબાજુનું વાતાવરણ સકારાત્મક તરંગોથી ગુંજી ઉઠે છે. ત્રણેય ગામના લોકો આરતીમાં જોડાય છે અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે.

DVV 3

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Walinath Mahadev Dev Darshan Walinath Mahadev Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ