બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / bhai dooj vastu tips brothers face should be in this direction while applying tilak

તહેવાર / ભાઈબીજ પર તિલક કરતી વેળાએ બહેને રાખવું પડશે ખાસ આ વાતનું ધ્યાન, અજાણતા પણ આવી ભૂલ ન કરતા

Premal

Last Updated: 11:00 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારતક માસમાં શુક્લ પક્ષની બીજ પર ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ દરેક ભાઈ-બહેેન માટે ખૂબ ખાસ હોય છે. આ પર્વને ભાઈબીજ, ભાઈ ટીકા, યમ દ્વિતીયાના નામથી પણ ઓળખવામાં આવે છે.

  • ભાઈબીજે ભાઈને તિલક કરતી સમયે આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન
  • આ દિશામાં હોવુ જોઈએ ભાઈનુ મોંઢૂ
  • બહેને ભાઈને તિલક કરતા પહેલા કશુ ખાવુ પીવુ ના જોઈએ

બહેનો ભાઈબીજની આતુરતાપૂર્વક જોતી હોય છે રાહ 

દર વર્ષે દિવાળીના બે દિવસ બાદ ભાઈબીજનો તહેવાર મનાવવામાં આવે છે. બહેનો ભાઈબીજની આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી ઉંમર માટે પૂજા કરે છે, સલામતીની પ્રાર્થના કરે છે અને તેને તિલક કરે છે. 

તિલક કરતી વખતે આ વાતનુ રાખો ધ્યાન 

ભાઈબીજના દિવસે બહેન કંકુનુ તિલક લગાવીને ભાઈની પૂજા કરે છે, પરંતુ તિલક લગાવતી સમયે દિશાનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. વાસ્તુ જાણકારો મુજબ કહેવામાં આવે છે કે તિલક કરતી સમયે ભાઈનુ મોંઢૂ ઉત્તર અથવા ઉત્તર-પશ્ચિમમાંથી કોઈ એક દિશામાં હોવુ જોઈએ અને બહેનનુ મોંઢૂ ઉત્તર-પૂર્વ અથવા પૂર્વમાં હોવુ જોઈએ. આ સાથે ભાઈબીજના દિવસે બહેને ભાઈને તિલક કરતા પહેલા કશુ ખાવુ પીવુ ના જોઈએ. 

ભાઈબીજે આ રીતે કરો તિલક 

ભાઈબીજે સૌથી પહેલા આટાનો ચોક બનાવો. ત્યારબાદ ચોક પર લાકડીના પાટા રાખી તેના પર ભાઈને બેસાડો. ધ્યાન રાખો કે ભાઈનો ચહેરો પૂર્વ દિશા તરફ હોય. પછી ભાઈના માથા પર તિલક લગાવો. તિલક લગાવ્યાં બાદ ભાઈના હાથમાં કલાવા બાંધો. ત્યારબાદ દીવો પ્રગટાવીને ભાઈની આરતી કરો અને લાંબી ઉંમરની પ્રાર્થના કરો. 

બહેન-ભાઈ ભૂલથી પણ ન કરે આ ભૂલ

  • ભાઈબીજના દિવસે બહેન-ભાઈને એકબીજા સાથે ચર્ચા અને ઝગડા ન કરવા જોઈએ.
  • બહેનને ભાઈ તરફથી મળેલા ઉપહારનો અનાદર ના કરવો જોઈએ.
  • ભાઈબીજે બહેને ભાઈને તિલક કરતા પહેલા કશુ પણ ખાવુ-પીવુ ના જોઈએ.
  • બહેન-ભાઈએ આ દિવસે ભૂલથી પણ એકબીજા સાથે ખોટુ બોલવુ ન જોઈએ.
  • ભાઈને તિલક કરતી વખતે બહેન આ દિવસે ભૂલથી પણ કાળા કપડા ના પહેરે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ