બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhagwan madhavrayaji and rukminiji got married madhavpur

માધવપુર / માધવપુરનો માંડવો આવી જાદવકુળની જાન... ભગવાન માધવરાયજી લગ્ન કરી પધાર્યા નિજમંદિર, જુઓ કેવો રહ્યો લગ્નોત્સવ

Hiren

Last Updated: 09:42 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માધવપુર માધવમય બની ગયું હતું. રૂડો અવસર હતો ભગવાનનાં લગ્નનો ચૈત્ર સુદ બારસનાં દિવસે મધુવનનાં જંગલમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

  • ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના લગ્ન થયા સંપન્ન
  • આજે ભગવાન માધવરાયની જાન નિજમંદિર પરત આવી
  • માધવરાય અને રૂક્ષ્મણીજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ રામનવમીથી થયો હતો. ત્રણ દિવસ સુધી વર્ણાંગી નિકળ્યાં બાદ ચૈત્રસુદ બારસનાં દિવસે ભગવાનનાં લગ્ન થયાં હતાં. સવારનાં સમયે પરંપરા મુજબ કડછના ગ્રામજનો વાજતે ગાજતે ડી.જેના તાલ સાથે રૂક્ષ્મણીજીનું ભવ્ય મામેરૂ લઇ અને માધવરાયજી મંદિરે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા પણ મામેરામાં જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનાં મહાનુભાવો પણ મહેમાન બનીને લગ્નમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભગવાન માધવરાય અને રુક્મિણીજી પરણીને નિજમંદિર પરત ફર્યા હતા. માઘવપુરમાં વિશાળ નગરયાત્રા યોજાઈ હતી, જેમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.

પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર અપાયું
ત્યારબાદ સાંજનાં 4 કલાકે માધવરાય નીજમંદિર ખાતેથી ઠાકોરજીની જાન નિકળી હતી. ઠાકોરજી મંદિરની બહાર નિકળ્યાં ત્યારે પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામા આવ્યું હતું. 

માધવરાય મંદિરેથી ઢોલ, શરણાઇ સાથેની ઠાકોરજીની જાન નીકળી હતી
ત્યારબાદ ઠાકોરજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. માધવરાય મંદિરેથી ઢોલ, શરણાઇ સાથેની ઠાકોરજીની જાન માધવપુરમાં શેરીઓમાંથી પસાર થતાં દાંડીયા રાસની રમઝટ બોલી હતી અને જય માધવનાં નાદથી વાતાવરણ ગુંજી ઉઠી ઉઠ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી અને કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા ભગવાનની જાનમાં જોડાયા હતા અને ભગવાન માધવરાયના દર્શન કર્યા હતા. માધવપુરનાં ઝાંપા ખાતે જાન પહોંચ્યા બાદ પરંપરા મુજબ ભગવાનનો રથ દોડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજીની જાન ચોરીમારીયા ખાતે પહોંચી હતી. જ્યાં ઠાકોરજીનું સામૈયુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિધિવત્ રીતે ભગવાનના લગ્ન શરૂ કરવામાં આવ્યા હતા.

મધુસુદન શાહના પરિવારે આપ્યું કન્યાદાન
ત્યારબાદ રૂક્ષ્મણી મંદિર ખાતેથી રૂક્ષ્મણીજીને પાલખીમાં બિરાજમાન કરી અને લગ્ન મંડપ ખાતે લાવવામાં આવ્યાં હતાં. કન્યા પક્ષે મધુસુદન શાહનો પરિવાર સહભાગી બન્યો હતો. આ પરિવારે કન્યાદાન આપ્યું હતું. ભુદેવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ સંપન્ન થયા હતાં. મધુવન જંગલ ભગવાનનાં રૂડા લગ્ન ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને કંસાર પણ પીરસાયો હતો. ભગવાનનાં લગ્નોત્સવને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં.

ભગવાનના લગ્ન શરૂ થતાં માધવપુર ઉપરાંત આસપાસના વિસ્તારનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાનના લગ્નનો ઉત્સાહ લોકોમાં સમાય નોતો રહ્યો, લગ્નમાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી.

લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન મધવરાયે રાતવાસો મધુવનના જંગલમાં કર્યો હતો. તેરસના દિવસે ભગવાન યુગલ સ્વરૂપમાં માધવપુર ખાતે પહોંચ્યા હતા. ત્યાં માધવપુરવાસીઓએ જાનનું સ્વાગત કર્યું હતું. લોકોએ રાસ-ગરબા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી ખુશી વ્યક્ત કરી તો માધવપુરવાસીઓએ લાપસીના આંધળ મુક્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ