ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / best mileage electric scooter in india per km cost ola s1 ola s1 pro know more

ગજબ / દમદાર માઈલેજ : માત્ર 100 રૂપિયામાં 755 કિમીનું અંતર કાપો, આ ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને ખાસિયત જાણી ખરીદવાનું મન થશે

Published By: Arohi

Last Updated: 01:53 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું પ્રોડક્શન વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે એવું માનવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલ નહીં પણ હવે ઈલેક્ટ્રિક જ ભવિષ્ય છે.

ADVERTISEMENT

  • માત્ર 100 રૂપિયાના ખર્ચામાં 755 કિમી ફરો
  • સિંગલ ચાર્જમાં 181 કિમીની રેન્જ 
  • જાણો આ ઈલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયતો વિશે 

ભારતમા વધતી મોંઘવારીનાં કારણે પ્રજા પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધવાના કારણે લોકોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલની લોકપ્રિયતા તેજીથી વધી રહી છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું પ્રોડક્શન વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કારણ કે એવું માનવામાં આવે છે કે પેટ્રોલ ડીઝલ નહીં પણ હવે ઈલેક્ટ્રિક જ ભવિષ્ય છે. 

માત્ર 100 રૂપિયાના ખર્ચામાં 755 કિમી ફરો
પહેલા ઈલેક્ટ્રિક વ્હીકલનાં ભાવ ખૂબ વધારે હતા પરંતુ ધીમે ધીમે આવા વાહનોની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે. એવામાં ઘણા લોકો વાહનો બદલવા માટે ઇચ્છુક છે, આવું જ એક ઈલેક્ટ્રિક સ્કૂટર આવી ગયું છે જે માત્ર 100 રૂપિયાના ખર્ચામાં 755 કિમી ફરશે. 

ફૂલ ચાર્જ કરવા પર આપે છે 181 કિમીની રેન્જ
ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓલાએ બે નવા સ્કૂટર લોંચ કર્યા છે જેનું નામ છે, OLA S1 અને OLA S1 Pro.  OLA S1 Pro ને એક વાર ફૂલ ચાર્જ કરવામાં આવે તો તે 181 કિમી ડ્રાઈવ રેન્જ આપે છે, જેમઆ 3.97KWh ની બેટરી આપવામાં આવી છે. આમ એક વાર ફૂલ ચાર્જ કરવા માટે આશરે ચાર યુનિટ વીજળી જશે. જેનો અર્થ થાય છે માત્ર 24 રૂપિયામાં આ સ્કૂટર 181 કિમી ડ્રાઈવ કરે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે અને 3 સેકન્ડમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ સ્કૂટરની કિંમત એક લાખ દસ હજારથી શરૂ થાય છે. 

આ સિવાય OLA S1 સ્કૂટર એક વાર ફૂલ ચાર કરવામાં આવે તો ટે 121 કિમી સુધી ડ્રાઈવ રેન્જ આપે છે બેટરી છે 2.98KWh ની. જેનો અર્થ થાય છે કે એક વાર બેટરીને ચાર્જ કરવા માટે આશરે 3 યુનિટ વીજળી જશે, અને 18 રૂપિયામાં આ સ્કૂટર 121 કિમી સુધી ચાલશે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે અને કિંમત 85 હજારથી શરૂ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Best mileage India OLA s1 pro Ola S1 Electric Scooter electric scooter ઓલા electric scooter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ