ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / benefits of hair conditioner
ADVERTISEMENT
વાળની સારસંભાળ માટે વાળમાં શેમ્પુ કરવું કે ઓઇલ મસાજ કરવું પણ જરુરી છે. આ સાથે વાળને કન્ડીશનિંગ કરવાથી પણ વાળની ઉંમર વધે છે. વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ તેના દ્વારા દુર થાય છે.
ADVERTISEMENT

ટેક્સચર અનુસાર થવું જોઇએ કન્ડીશનર
લોકો વાળમાં શેમ્પુ કર્યા બાદ 2થી 3 મિનિટ માટે તેની પર કન્ડીશનર લગાવીને તેને છોડી દે છે અને પછી ધોઇ નાંખે છે. આ માટેતમે કોઇ પણ કન્ડીશનરનો પ્રયોગ ન કરી શકો. તેનો ઉપયોગ કરતા પહેલા એ જાણવું જરુરી છે કે તમારા વાળની પ્રકૃતિ અનુસાર કયાપ્રકારના કન્ડીશનરનો તમારે પ્રયોગ કરવો જોઇએ. ઓઇલી, ડ્રાય, સિલ્કી કે અન્ય વાળ માટે માર્કેટમાં તેને અનુસાર કન્ડીશનર મળે છે તો વાળના પ્રકાર મુજબનું કન્ડીશનર વાપરવું જોઇએ.
ADVERTISEMENT
ઓઇલ મસાજ બાદ કન્ડીશનિંગ
વાળની કાળાશ અને ચમક વધારવા માટે માત્ર શેમ્પુ નહિં કન્ડીશનર પણ જરુરી છે. આ માટે નિયમિત રીતે કરાતી તેલ માલિશ ખુબ જરુરી છે. તેનાથી વાળના મુળને પણ પોષણ મળે છે. આ કારણે વાળનું આયુષ્ય વધે છે અને તેને મજબુતાઇ મળે છે. કોશિશ કરો કે વાળને ધોવાના ઓછામાં ઓછા એકાદ બે કલાક પહેલા સરસવ અથવા નારિયેલ તેલથી વાળના મુળમાં માલિશ કરો. ત્યાર પછી શેમ્પુ અને બાદમાં કન્ડીશનિંગ કરો. કન્ડીશનરનો પ્રયોગ મહિનામાં બે વાર કરી શકાય છે.

ADVERTISEMENT
આટલું ધ્યાન રાખો
વાળના મુળમાં કન્ડીશનર ન લગાવો મુળને છોડીને નીચેના ભાગથી જ કન્ડીશનર લગાવવાની શરુઆત કરો. ત્યારપછી વાળ ધોઇલો. નહીંતર વાળના મુળ પણ સોફ્ટ થશે અને કાંસકો ફેરવશો તો વાળ અચાનક તુટવા લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો