બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / begusarai five children drown into gandak river just before marriage ceremony

બિહાર / લગ્નની ખુશી ફેરવાઇ મોતના માતમમાં: ભાઇ સહિત 5 સંબંધીઓનું નદીમાં ડૂબતા મોત, પરિવારમાં અરેરાટી

Priyakant

Last Updated: 05:01 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar News: મૃતક યુવકની બહેનના શુક્રવારે જ લગ્ન થવાના હતા અને એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી ગયા, અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળ્યો

  • બિહારના બેગુસરાય જિલ્લામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ
  • એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી ગયા 
  • એક યુવકનો મૃતદેહ મળ્યો અન્ય ચારની શોધખોળ યથાવત 

બિહારના બેગુસરાય જિલ્લામાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી જતાં લગ્ન સમારોહ ગમગીનીમાં ફેરવાઈ ગયો છે. વિગતો મુજબ હાલ સ્થાનિક તરવૈયાઓ અને SDRFની ટીમ દ્વારા ડૂબી ગયેલા તમામ યુવકોના મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતક છોટુ કુમારની બહેનના શુક્રવારે જ લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા જ આ ઘટના બની હતી.

બિહારના બેગુસરાયનાં સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિષ્ણુપુર અહો ગંડક ઘાટની આ ઘટનાથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા મૃતક છોટુ, અવિનાશ અને આકાશ ત્રણેય પિતરાઈ ભાઈ હતા જ્યારે અન્ય બે યુવકો મુંગેરના રહેવાસી હતા જેઓ લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગંડક નદીમાં ન્હાતી વખતે ડૂબી જવાથી આ પાંચ બાળકોના મોત થયા હતા, જેમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ વિષ્ણુપુર આહોના રહેવાસી કમલેશ સિંહના પુત્ર છોટુ કુમાર તરીકે થઈ છે, જ્યારે ચારેય મૃતદેહોની શોધ હજુ ચાલુ છે.

સ્થાનિક તરવૈયા અને SDRFની ટીમ લાગી શોધખોળમાં 
આ તરફ ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયા અને એસડીઆરએફની ટીમ સતત બાળકોના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એકસાથે 9 બાળકો ગંડક નદીમાં નહાવા ગયા હતા, જેમાં બધા બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ જીવના જોખમે ચાર બાળકોને કોઈક રીતે સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, જ્યારે પાંચના ડૂબી જવાથી મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ગંડક ઘાટ પર નવનિર્મિત પુલ 6 મહિના પહેલા તેના ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગયો હતો અને ત્યારબાદ ગંડક ઘાટ પણ જોખમી બન્યો હતો. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો હાજર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ