બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / become cm in uttarakhand pushkar dhami and madan kaushik suddenly called to delhi

ઉત્તરાખંડ / ચૂંટણી તો જીતી ગયા પણ CM ફેસ પર ભાજપમાં ફસાયો પેંચ: ત્રણ દિગ્ગજ નેતાઓને દિલ્હીનું તેડું, મોટા ઉલટફેરના સંકેત

Pravin

Last Updated: 11:01 AM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેંસની વચ્ચે કાર્યવાહીક મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મદન કૌશિકને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે.

  • ઉત્તરાખંડ મુખ્યમંત્રીને લઇ ચિંતન
  • ધારાસભ્ય દળની આજની બેઠક મોકૂફ
  • ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ?

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેંસની વચ્ચે કાર્યવાહીક મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મદન કૌશિકને અચાનક દિલ્હીનું તેડું આવ્યું છે. રાજકારણમાં ચર્ચા થઈ રહી છે કે, તેમને કેન્દ્રીય નેતૃત્વે બોલાવ્યા છે. દિલ્હીમાં પાર્ટીની કોર ગ્રુપની બેઠકમાં બંને નેતાઓ શામેલ થવાની ચર્ચા છે. કહેવાય છે કે, આ બેઠકમાં બે નેતાઓમાંથી મુખ્યમંત્રીનો ચહેરો અને મંત્રીમંડળની રચનાને લઈને ચર્ચા થઈ શકે છે. 

ભાજપમાં માથાકૂટ, સીએમ કોને બનાવવા

આ બાજૂ ભાજપ નવી સરકારના શપથગ્રહણની તૈયારીમાં લાગી ગયું છે. પણ અત્યાર સુધી મુખ્યમંત્રીના ચહેરાના લઈને ભારે માથાકૂટ ચાલી રહી છે. સીએમ પદ માટે થઈ રહેલી ભાગદોડની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ દિલ્હી પહોંચ્યા. તેમની ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ સાથે મુલાકાત થઈ શકે છે. ત્રિવેન્દ્રની આ મુલાકાતના રાજકીય ક્યાસ પણ લગાવામાં આવી રહ્યા છે. ત્રિવેન્દ્ર રાવતે કહ્યું કે, તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે મુલાકાત થઈ છે. તેમણે હોળીની શુભકામના પણ આપી છે. રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ છે.

3 મોટા માથાને દિલ્હી બોલાવ્યા

મોડી સાંજે કાર્યવાહક મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ દિલ્હી રવાના થઈ ગયા છે. જો કે, ધામી કેમ્પ સાથે જોડાયેલા સૂત્રોએ તેની પુષ્ટિ નથી કરી. રાજકીય ક્યાસ એવા પણ છે કે, ભાજપ અધ્યક્ષ મદન કૌશિક બપોર બાદ દિલ્હી પહોંચશે. કૌશિકને પાર્ટી કાર્યાલયની શપથગ્રહણ કાર્યક્રમની ચર્ચામાં ભાગ લેવાનો છે.  

સીએમ ફેસને લઈને સસ્પેંસ, લાંબુ લિસ્ટ

મુખ્યમંત્રીના ચહેરાને લઈને સસ્પેંસ બનેલુ છે. ચર્ચાઓમાં કાર્યવાહક સીએમ પુષ્કર સિંહ ધામી સૌથી આગળ છે. ઉપરાંત ધારાસભ્યોમાં કદ્દાવર નેતા સતપાલ મહારાજ, ડો. ધન સિંહ રાવત અને ઋતુ ખંડૂડીના નામની પણ ચર્ચા છે. એક નામ લૈંસડોનના ધારાસભ્ય દિલીપ સિંહ રાવતના નામની પણ ચર્ચા છે. સાંસદ ડો. રમેશ પોખરિયાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી અજય ભટ્ટ અને સાંસદ અનિલ બલૂનીના નામો સૌથી વધારે ચર્ચામાં છે. પણ પાર્ટી નેતાઓનું માનવું છે કે, કેન્દ્રીય નેતૃત્વ સીએમ પદ માટે ક્યા નામને આગળ લાવશે, તેના વિશે કંઈ પણ કહેવુ અઘરુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ