બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / Because the father is the leader, to do any kind of bullying? Lafa called the old man to his own farm, there was a big quarrel over the land in the farm

ફરિયાદ / પિતા નેતા છે એટલે ગમે તેવી દાદાગીરી કરવાની? વૃદ્ધાને તેના જ ખેતરમાં બોલાવી માર્યા લાફા, ખેડામાં જમીન મામલે મોટી બબાલ

Vishal Khamar

Last Updated: 10:08 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાનાં નડિયાદમાં જમીન મામલે કાઉન્સિલરનાં દીકરાની દાદાગીરી સામે આવી છે. કાઉન્સિલરનાં દીકરા દ્વારા વૃદ્ધ મહિલાની બનાવેલી ઓરડી તોડી નાંખી વૃદ્ધાને માર માર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

  • ખેડાના નડીયાદમાં જમીન મામલે કાઉન્સિલર દીકરાની દાદાગીરી 
  • કાઉન્સિલરના દીકરા વિવેક પટેલે રોફ જમાવી વૃદ્ધાને લાફા માર્યા
  •  ઘટનાને લઇ નડીયાદ પશ્ચિમ પોલીસ મથકે વિવેક પટેલ સહિત 2 સામે ફરિયાદ 

ખેડાનાં નડીયાદમાં જમીન મામલે ભાજપનાં કાઉન્સિલરનાં દીકરા વિવેક પટેલની દાદાગીરી સામે આવી છે. વૃદ્ધ મહિલાએ તેનાં ખેતરમાં બનાવેલ ઓરડી કાઉન્સિલરનાં પુત્ર દ્વારા મહિલાની સામે તોડી નાંખી હતી. તેમજ વૃદ્ધાને લાફા માર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ નડીયાદ પશ્ચિમ પોલીસ મથકે વિવેક પટેલ સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાવા પામી છે. વિજય પટેલ હાલ નડીયાદ નગર પાલિકાનાં વોર્ડ નંબર 11 નાં કાઉન્સિલર છે. 

વિજય ઉર્ફે બબલ પટેલ (કાઉન્સિલર)

 જમીનનાં પુરાવા મારી પાસે છે, જમીન મારી માલિકીની છેઃ વિજય ઉર્ફે બબલ પટેલ (કાઉન્સિલર)
આ બાબતે કાઉન્સિલર વિજય ઉર્ફે બબલ પટેલે જણાવ્યું હતું કે, જમીનનાં પુરાવા મારી પાસે છે. જમીન મારી માલિકીની છે. 7/12  નું રેકોર્ડ,  ટીપી સ્કીમનું રેકોર્ડ, નગર પાલિકાનું ટીપી ફાઈનલ બી ફોર્મ એ બધું જ છે. પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી જશે.  મારો છોકરો એક બિઝનેસમેન છે.  મારો પોતાનો પેટ્રોલ પંપ છે.  છોકરો પેટ્રોલ પંપ ચલાવે છે. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી  અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી પેટ્રોલ પંપ પર જ હોય છે.  મારી જમીનમાં વૃદ્ધાએ ઓરડી બાંધી છે. તેમજ મારી જમીન તેમણે લઈ લેવી છે. એનાં માટે આ કારસો રચ્યો છે. 

ભાનુબેન પટેલ

વિજયભાઈએ અમારી પાસે માફી માંગી સમાધાન કર્યું હતુંઃ ભાનુબેન પટેલ
આ બાબતે ભાનુબેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સંતરામ ડેરી રોડ ત્યાં આગળ મારી જમીન આવેલી છે.  સર્વે નં. 467 એ સર્વે નંબર જમીનની બાજુમાં વિજયભાઈ ઉર્ફે બબલભાઈ અને તેમનો દિકરા વિવેક તેમજ આનંદ સાથે 13 તારીખે આ તમામ લોકો સાથે બોલાચાલી થવા પામી હતી. અને મારી ઓરડી તોડી નાંખી હતી. થોડા દિવસ બાદ મારી ઓરડી તોડી નાંખી હોવાની જાણ થતા હું મારી જમીન ઉપર ગઈ હતી. ત્યાં પહોંચ્યા બાદ બિલ્ડર યોગેશભાઈએ વિવેકને બોલાવ્યો હતો. તે દિવસે અમારે બોલાચાલી થઈ હતી. જે બાદ અમે ફરિયાદ લખાવવા જતા હતા. ત્યારે વિજયભાઈ ઉર્ફે બબલભાઈએ અમને ડેરીવાળા ઓવર બ્રિજ પાસે બોલાવ્યા હતા. જ્યાં વિજયભાઈએ અમારી પાસે માફી માંગી સમાધાન કર્યું હતું. જે બાદ તેમણે જવાબદારી લીધી કે તમારી ઓરડી હું બનાવી આપીશ  તેમજ બ્રાઉન્ડ્રી બનાવી આપીશ.  તમારો જે સામાન હશે તે હું આપી દઈશ. જે બાદ બીજા દિવસે યોગેશભાઈ બિલ્ડરે અમને ત્યાં બોલાવ્યા હતા.  ત્યારે વચ્ચે રહેલ કાનાભાઈને લઈ અમે ત્યાં ગયા હતા. જે બાદ વિવેકને ત્યાં બોલાવ્યો હતો. જે બાદ વિવેકે મને ત્યાં અપશબ્દો બોલ્યો હતો. અને કહેલ કે ઓરડી નહી ચણી આપું. અને મને બે લાફા માર્યા હતા.  જે બાદ અમે પોલીસ ચોકીએ જઈ ફરિયાદ નોંધાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ