બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Be alert for acidity drugs

સાવધાન / દરરોજ એસિડિટીની દવા લેતા હોવ તો હવે ચેતજો, નહીં તો થઇ શકે છે...

Published By: Dhruv

Last Updated: 09:08 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની ભાગદોડવાળી અને અનહેલ્ધી લાઇફ સ્ટાઇલના કારણે બહુ મોટી સેંખ્યામાં લોકો એસિડિટીથી પિડાય છે. મોટા ભાગનાં લોકો એલોપથી દવાનો સહારો લઇને તેમાંથી રાહત મેળવતા હોય છે. કેટલાંકને તો દરરોજ એસિડિટીની ગોળી કે સિરપ લેવાની આદત પડી જાય છે.

  • પેટના દુખાવા અને એસિડિટી માટે વપરાતી દવામાં કેન્સર થાય તેવાં તત્વો
  • એસિડિટીની દવાની આદત પાડનારા લોકો ખાસ ચેતજો
  • નાઇટ્રોસેમાઇન કેમિકલથી કેન્સર થવાનો ખતરો
Acidity
પેટમાં એસિડિટી

એસિડિટીની દવાને લોકો એમ માનીને લેતા હોય છે કે તેનાથી કોઇ નુકસાન થતું નથી પરંતુ તમને પણ એસિડિટીની દવાની આદત પડી ગઇ હોય તો ચેતી જજો. કેમ કે અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે ભારત સહિતનાં દેશોમાં પેટના દુખાવા અને એસિડિટી માટે વપરાતી દવામાં કેન્સર થાય તેવા કેટલાક તત્વો રહેલા છે.

Acidity Drugs
એસિડિટી દવા

ભારતમાં ઘણી બઘી જાણીતી ફાર્માં કંપનીઓની એસિડિટીની દવામાં રેનિટિડિન વપરાય છે. આ દવામાં ઓછી માત્રામાં નાઇટ્રોસેમાઇન હોય છે જેને નાઇટ્રોસોડી ઇમિથાઇલ એમાઇન પણ કહે છે. આ કેમિકલથી કેન્સર થવાનો ખતરો રહે છે તેવું અનેક લેબોરેટરી ટેસ્ટમાં જાણવા મળ્યું છે. રેનિટિડિન જઠરમાં એસિડનું પ્રમાણ ઘટાડે છે. ભારતમાં એસિડિટી ઉપરાંત તેનાથી થતી પાચનની સમસ્યા તથા છાતીમાં બળતરામાં ડોકટરો છુટથી આ દવા લખી આપે છે.

યુરોપિયન મેડિસિન્સ એજન્સી એકત્રિત કરી રહ્યું છે એસિડિટીની દવાથી થતી આડઅસરો

અનેક લોકો તો સહેજ એસિડિટી જેવું લાગે ત્યારે જાતે જ આવી દવાઓ લેતા હોય છે. યુરોપિયન મેડિસિન્સ એજન્સી પણ રેનિટિડિનયુકત એસિડિટીની દવાથી થતી આડઅસરો અંગેની માહિતી એકત્ર કરી રહી છે. આ અંગે ભારતનાં સેન્ટર ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાનાં ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ આપેલી ચેતવણીની અમને જાણ છે તેમ છતાં આ દવાઓ સામે કોઇ કાર્યવાહી કરતાં પહેલા તેના પરનાં વધુ ડેટાની રાહ જોઇશું. એફડીએએ એક સામાન્ય એલર્ટ આપ્યું છે અને અત્યંત ગંભીર નથી તેમ છતાં દર્દીઓએ દવા જાતે અને વધુ પડતો સમય સતત ન લેવી જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

Acidity Drugs Health Medicine lifestyle એસિડિટી દવા સ્વાસ્થ્ય Drugs of acidity

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ