બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સ્પોર્ટસ / વડોદરા / Cricket / Baroda girls smash 420 runs in 50 overs, create record

ક્રિકેટ / વડોદરાની છોકરીઓએ ફટકાર્યાં 420 રન, મહિલા ટ્રોફીમાં કર્યો મોટો રેકોર્ડ, મહિલા ક્રિકેટરોને તોડતા લાગશે વર્ષો

Hiralal

Last Updated: 07:49 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરોડા અંડર-19 મહિલા ટીમે આસામ સામેની મેચમાં 50 ઓવરમાં કર્યાં 420 રન ફટકારીને મહિલા ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ કર્યો હતો.

  • બરોડા અંડર-19 મહિલા ટીમે રેકોર્ડ સર્જ્યો
  • આસામ સામેની મેચમાં 50 ઓવરમાં કર્યાં 420 રન
  • ધરતી રાઠોડ અને આતોશી બેનરજીએ કર્યો રેકોર્ડ

ગુજરાતના વડોદરાની છોકરીઓએ મહિલા ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ કર્યો છે. આ છોકરીનો રેકોર્ડ એવો છે કે આગામી સમયમાં મહિલા ક્રિકેટરો ભાગ્યે જ આ રેકોર્ડ તોડી શકશે. 
બરોડા અંડર-19 મહિલા ટીમે ગુરુવારે BCCI મહિલા વન ડે ટ્રોફીમાં આસામ સામે 420 ઓવરમાં 50 રન ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. 16 વર્ષની બે છોકરીઓની બહાદુરીભરી ઇનિંગ્સને કારણે, ટીમે બીસીસીઆઈ ટ્રોફીમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલા સૌથી વધુ સ્કોરમાં સંભવતઃ સૌથી વધુ સ્કોર કર્યો હતો.

ધરતી રાઠોડ અને આતોશી બેનરજીએ કર્યો રેકોર્ડ 
ધરતી રાઠોડ અને આતોશી બેનર્જીએ આંધ્રપ્રદેશના વિઝી સ્ટેડિયમ ખાતે 185 બોલમાં બીજી વિકેટ માટે 265 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. જ્યારે રાઠોડે તેની 265 રનની ઇનિંગમાં 185 બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી, બેનર્જીએ 28 બાઉન્ડ્રી ફટકારી હતી અને તે 154 રનમાં આઉટ થઈ ગઈ હતી.

શું બોલી આતોશી બેનરજી 
જમણેરી બેટર આતોશી બેનરજીએ કહ્યું કે જ્યારે હું બેટિંગ માટે આવી ત્યારે મારા મનમાં એકમાત્ર લક્ષ્ય બોલર્સ પર હાવી થઈ જવાનું અને વધુમાં વધુ રન બનાવી શકવાનું હતું. 
ધરતી રાઠોડે પણ આ જ ભાવના વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે અમે પહેલી વિકેટ શરૂઆતમાં જ ગુમાવી દીધી હતી ત્યાર બાદ અમે બંનેએ વાતચીત કરી અને એક સ્થિર ભાગીદારી બનાવવાનું નક્કી કર્યું. અમારી યોજના બાકીની બધી ઓવરો માટે રમવાની હતી. તમારી ટીમને વન-ડે મેચોમાં રેકોર્ડ સ્કોર સુધી લઈ જવું એ એક મહાન લાગણી છે. 

કોણ છે ધરતી રાઠોડ અને આતોશી બેનરજી 
વડોદરાની આતોશી બેનરજી વિબગ્યોર સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે રાઠોડ અદિતિ વિદ્યાલયની વિદ્યાર્થીની છે. તેણે કહ્યું કે મેં જુનિયર મહિલા ક્રિકેટમાં આવી ઇનિંગ્સ ક્યારેય જોઇ નથી. અમારી ટીમે રમતની પટ્ટી વધારી દીધી છે અને મને ખુશી છે કે અમારી છોકરીઓ એક સમયે એક બોલ લેવાની અને મોટો સ્કોર કરવાની યોજનાને વળગી રહી છે. 

શું બોલ્યાં હેડ કોચ હીના પટેલ 
બરોડા અંડર-19 ટીમના હેડ કોચ હીના પટેલે કહ્યું કે, "તે એક યાદગાર દિવસ હતો. બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના CEO સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, "બરોડા મહિલા ટીમ અને એસોસિએશન માટે આ એક મહાન દિવસ છે કારણ કે અમારી છોકરીઓએ રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી અને અશક્ય ગણાતું કામ કરી દેખાડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ