બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Baroda Cricket association AGM in Baroda

ક્રિકેટ / બરોડા ક્રિકેટ એસોસિયનની AGM યોજાઈ, BCCIમાંથી BCAને મળશે 30 કરોડ રૂપિયા

Published By: Gayatri

Last Updated: 02:21 PM, 10 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCA (બરોડા ક્રિકેટ એસોસિયેશન)ની AGM(એન્યુઅલ જનરલ મિટિંગ)ત્રણ વર્ષ બાદ આજે યોજાઈ. વર્ષ 2014-15 ની 78 મી AGM જ્યોતિ ગાર્ડન ખાતે યોજાઇ. હતી. જેમાં BCA ના મેમ્બર્સ હાજર રહ્યા હતી. મહત્વની વાત છે કે રોયલ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે લડાઈના કારણે આટલા વર્ષોથી AGM અટકી પડી હતી. એજીએમ માં BCAના મેમ્બર્સ એકાઉન્ટ પાસ કરાવાયા એકાઉન્ટ પાસ થતાં જ હવે BCCIમાંથી BCA ને 30 કરોડ રૂપિયા મળશે.

  • 3 વર્ષ બાદ 78મી AGM જ્યોતિ ગાર્ડનમાં મિટિંગ
  • BCAની છેલ્લા પાંચ વર્ષની મિટિંગ છે પેન્ડિંગ
  • એકાઉન્ટ પાસ થતાં જ BCCIમાંથી BCAને મળશે 30 કરોડ રૂપિયા

AGMમાં તમામ મેમ્બરોએ સર્વ સંમતિ થી વર્ષ 2014-15 વર્ષના એકાઉન્ટ પાસ કર્યા હતા. BCA ના ઇતિહાસમાં પ્રથમવખત ખૂબ વહેલી AGM પૂરી કરી દેવામાં આવી. રોયલ અને રિવાઇવલ ગ્રુપના સભ્યો એકજૂથ થતા એજીએમ શાંતિ પૂર્ણ માહોલ માં પૂરી થઈ શકી હતી. 

AGM ના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

હજી પણ BCAની છેલ્લા પાંચ વર્ષની એજીએમ પેન્ડિંગ છે જેને પણ વહેલીતકે પૂરી કરવા નિર્ણય લેવાયો છે. AGM ના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ મેદાન બનશે

રોયલ ગ્રુપ ના સમરજીતસિંહ ગાયકવાડ એ કહ્યું કે ક્રિકેટના વિકાસ માટે તમામ લોકો એકજૂથ થયા છે તો BCA ના પ્રમુખ એ કહ્યું કે તમામ લોકો એક થતા હવે વડોદરામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ મેદાન બની જશે અને ક્રિકેટ નો વિકાસ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

AGM BCA BCCI Cricket baroda બરોડા ક્રિકેટ એસોસિએશન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ