બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Bank Unions 2-day Strike cancel in September

રાહતના સમાચાર / 26-27 સપ્ટેમ્બરે થનારી બેંકોની હડતાળ ટળી, 4 યૂનિયને પીછે હટ કરી

Hiren

Last Updated: 10:33 PM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે કરેલાં 10 બેંકોના વિલીનીકરણ સામે કર્મચારી સંગઠનો નારાજ થયા હતા. તેમણે 2 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું હતું. જોકે નાણા સચિવ સાથે વાતચીત બાદ 26-27 સપ્ટેમ્બરની બેંક હડતાળ મોકૂફ રાખી છે.

સરકારે કરેલા 10 બેંકોના વિલીનીકરણને લઇને બેંકિંગ સેક્ટરમાં ટ્રેડ યૂનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરાયું હતું. 4 ટ્રેડ યૂનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરની અડધી રાત્રીથી 27 સપ્ટેમ્બરની અડધી રાત્રી સુધીની હડતાળનું એલાન કર્યું હતું. જો કે હવે આ 25 સપ્ટેમ્બરથી શરૂ થનારી બેંકોની હડતાળ ટળી છે. નાણા સચિવ સાથે વાતચીત બાદ 4 યૂનિયને પીછે હટ કરી છે.

તેથી હવે 4 દિવસ બેંક બંધ નહીં રહે. માત્ર 2 દિવસ (ચોથો શનિવાર-રવિવાર) ની રજા હોવાના કારણે 2 દિવસ બેંક બંધ રહેશે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ બેંક પર કામગીરી શરૂ રહેશે.

ઉલ્લેખનીય છે કે બેંકિંગ સેક્ટરને બૂસ્ટ આપવા માટે છેલ્લા કેટલાક દિવસોથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે એકસાથે 10 બેંકોના વિલીનીકરણનું એલાન કર્યું હતું. આ વિલય બાદ 4 નવી બેંક અસ્તિત્વમાં આવશે. એટલે કે 6 બેંકો અન્ય બેંકમાં મર્જ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bank Strike Bank unions બેંક હડતાળ Relief news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ