ઘણી વખત એવું બને છે કે બેંકમાં બચત ખાતું તો ખોલાવી દીધું પરંતુ જો તમે તેનો ઉપયોગ નથી કરતા તો આવનારા સમયમાં મોટો ફટકો પડવાની શક્યતા છે. આવું તમારી સાથે પણ શક્ય છે કે આવનારા સમયમાં તમને ઘણી સુવિધાઓથી વંચિત રાખવામાં આવે..
વાસ્તવમાં જ્યારે તમે કોઇ બેંક એકાઉન્ટમાં સતત એક વર્ષ સુધી કોઇ ટ્રાન્જેક્શન નહી કરો તો તે 'ઇનઑપરેટીવ' એકાઉન્ટમાં ફેરવાઇ જશે. ટ્રાન્જેક્શનનો અર્થ તમારા ખાતામાં પૈસા મુકવા અથવા ઉપાડવા સાથે સંબંધિત છે. તમે તમારા ડેબિટ કાર્ડ ATMમાંથી પૈસા ઉપાડવા પૈસા ડિપોઝિટ કરવા ચેક આપવા જેવા ટ્રાન્જેક્શન દ્વારા તમારું બેંક એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.
શું છે ઇનઓપરેટીવ એકાઉન્ટ?
ભારતીય રિઝર્વ બેંક ની ગાઇડલાઇન અનુસાર જો કોઇ બેંક એકાઉન્ટમાં એક વર્ષથી કોઇ ટ્રાન્જેક્શન ન થઇ રહ્યું હોત તો તેને ‘ઇનઓપરેટિવ’ એકાઉન્ટની કેટેગરીમાં રાખવામાં આવી છે. તેનું એટલા માટે કરવામાં આવે છે જેથી તેમને કોઇ સંભવિત ફ્રોડથી બચાવી શકાય.
શું છે નુકસાન:
જ્યારે તમારું એકાઉન્ટ ઇનઑપરેટિવ થઇ જાય છો તો તમે ડેબિટ કાર્ડ માટે અપ્લાય નહી કરી શકો. નવી ચેકબુક નહી લઇ શકો. ઇન્ટરનેટ બેંકિંગનું યુઝર આઇડી અને પાસવર્ડ તમને નહી મળે. ઇનઓપરેટિવ થયા બાદ તમારા ખાતા સાથે સંબંધિત ઘણાં કામ કરવામાં મુશ્કેલી આવશે.
આગળ શું થશે?
જો તમારુ એકાઉન્ટ ઇનઓપરેટીવ થઇ જશે તો બેંક તમને સૂચિત કરશે પરંતુ આ સૂચના બાદ પણ તમે તે ખાતામાંથી કોઇ ટ્રાન્જેક્શન નહી કરો તો 24 મહિનાથી વધારે સમય થયા બાદ તે ડોરમેન્ટ એકાઉન્ટ બની જશે.
શું છે ડોરમેન્ટ એકાઉન્ટ?
જે પણ બેંક એકાઉન્ટમાંથી 24 મહિના સુધી કોઇ ટ્રાન્જેક્શન ન થાય તેને બેંક ડોરમેન્ટની કેટેગરીમાં નાંખી દે છે. એકાઉન્ટ એકવાર ડોરમેન્ટ થઇ જાય તો બેંક સાથે સંબંધિત અનેક કાર્યો તમે નહી કરી શકો.
આ છે નુકસાન
એકાઉન્ટ ડોરમેન્ટ થયા બાદ ઇનઓપરેટિવ થવા દરમિયાન જે સુવિધાઓ મળતી ન હતી તે પણ હવે નહી મળે. આ સાથે જ અન્ય સુવિધાઓથી પણ ચમને વંચિત રાખવામાં આવશે. તે પછી તમે ATMમાંથી કોઇ ટ્રાન્જેક્શન નહી કરી શકો. તમારી ઇન્ટરનેટ બેંકિંગ અને ફોન બેંકિંગની સુવિધા પણ બંધ કરી દેવામાં આવશે.
આ છે ફાયદો
જો તમારુ એકાઉન્ટ ઇનઓપરેટિવ થઇ જાય અથવા તો ડોરમેન્ટ થઇ જાય તો તેવામાં તમારા ખાતામાં કોઇ રકમ જમા હોય તો તેના પર પણ તમને વ્યાજ તો મળતું જ રહેશે.
આ રીતે કરો એક્ટિવેટ
જો તમારું એકાઉન્ટ ઇનઓપરેટિવ થઇ ગયું હોય તો તમે તેને એક્ટિવ કરી શકો છો. ઘણી બેંક તમને તે સુવિધા આપે છે કે તમે એક ટ્રાન્જેક્શન કરો તો તમારુ ખાતુ એક્ટિવ થઇ જશે. જો કે ઘણી બેન્ક તમને એક્ટિવેશન ફોર્મ ભરવા માટે પણ કહેશે. ડોરમેન્ટની વાત કરીએ તો તેને એક્ટિવ કરવા માટે તમારે બેંક જઇને એક્ટિવેશન ફોર્મ ભરવાનું રહેશે.