બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો યુટર્ન? ICC સમક્ષ લગાવી મદદની ગુહાર

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો યુટર્ન? ICC સમક્ષ લગાવી મદદની ગુહાર

Published By: Nirav Kumar

Last Updated: 06:02 PM, 23 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશે તેમના પ્લેયર મુસ્તાફીઝુર રહેમાનના વિવાદને લીધે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરી દીધો છે. હવે તેમને ICCમાં પત્ર લખીને એક પ્રયાસ પણ કર્યો છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે  T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરી દીધો છે. પરંતુ બાંગ્લાદેશને આ વાત ભરી પડી શકે છે. આથી BCBએ  ICCને બીજો પત્ર લખ્યો છે. તેમને શ્રીલંકામાં તેમની મેચો ખસેડવાના છેલ્લા પ્રયાસમાં BCB એ ICC ની ઈન્ડીપેન્ડેન્ટ ડીસ્પ્યુટ રીઝોલ્યુશન કમિટી (DRC) ના હસ્તક્ષેપની માંગ કરી છે.

BCB નું આ સ્ટેપ બાંગ્લાદેશ દ્વારા ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો સ્પષ્ટ ઇનકાર કર્યા બાદ આવ્યું છે. અગાઉ બાંગ્લાદેશે ICC ને તેની મેચો શ્રીલંકામાં ખસેડવાની રીક્વેસ્ટ કરી હતી. ICC એ સુરક્ષા ચિંતાઓ અને ટુર્નામેન્ટ માટે લોજિસ્ટિકલ અસરોનો ઉલ્લેખ કરીને BCB ની રીક્વેસ્ટને નકારી કાઢી હતી. મીડિયા રીપોર્ટ
જબ, પીછેહઠ કરવાને બદલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC ના કાનૂની માળખા દ્વારા આ નિર્ણયને પડકાર્યો છે.

vtv app promotion
  • શું છે ડીસ્પ્યુટ રીઝોલ્યુશન કમિટી ?

ICC ની ડીસ્પ્યુટ રીઝોલ્યુશન કમિટી એક સ્વતંત્ર મધ્યસ્થી સંસ્થા છે જેમાં કાનૂની એક્સપર્ટનો સમાવેશ થાય છે. તે ICC ના નિર્ણયો, નિયમો અને કરારની જવાબદારીઓ સંબંધિત વિવાદોનો નિર્ણય લે છે. લંડનમાં આવેલી આ કમિટી અપીલ કોર્ટ તરીકે કામ કરતી નથી પરંતુ તે તપાસ કરે છે કે નિર્ણય લેતી વખતે ICC એ તેના શાસન માળખાનું પાલન કર્યું છે કે નહીં. તેના નિર્ણયો અંતિમ અને બંધનકર્તા છે, જેમાં અપીલ માટે લગભગ કોઈ અવકાશ નથી.

જેમાં બાંગ્લાદેશ પ્રશ્ન કરી રહ્યું છે કે, શું ICC એ કાળજીપૂર્વક વિચાર કર્યા વગર પોતાનો નિર્ણય લીધો છે. પરંતુ BCB એ પહેલાથી જ કહ્યું છે કે, ICC એ તેમને ન્યાય આપ્યો નથી. T20 વર્લ્ડ કપના બહિષ્કારને લીધે બાંગ્લાદેશને આશરે 240 કરોડ રૂપિયાનું નુકસાન થશે પરંતુ BCB મક્કમ છે. તેમને આ મુદ્દે પાકિસ્તાન તરફથી સમર્થન મળ્યું હતું.


વધુ વાંચો : ક્રિકેટ જગતમાં મચ્ચો હડકંપ, બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો, હવે આ દેશને કરાશે સામેલ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2026 ની તેની પ્રથમ 3 મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમવાની છે. બાંગ્લાદેશ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે. જો DRC BCB ની તરફેણમાં ચુકાદો નહીં આપે અને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જાય તો તેના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Shift Matches Bangladesh

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ