bangladeshi cricketars wears mask during practice in delhi
ક્રિકેટ /
બાંગ્લાદેશી ક્રિકેટર્સે મોંઢા પર માસ્ક પહેરીને કરી પ્રેક્ટિસ, જાણો કારણ
Team VTV11:25 AM, 01 Nov 19
| Updated: 01:46 PM, 01 Nov 19
દિલ્હીમાં હવાનું પ્રદુષણ ખરાબ હોવા છતાં ગુરુવારે અરુણ જેટલી સ્ટેડીયમમાં પ્રેક્ટીસ કરવા ઉતર્યા બાંગ્લાદેશી ખેલાડી. ભારત-બાંગ્લાદેશ વચ્ચે T 20 સીરીઝ રમાશે જેની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં રમવામાં આવશે. મેચ માટે પ્રેક્ટીસ કરવા બાંગ્લાદેશના ખેલાડીઓ માસ્ક પહેરીને ઉતર્યા હતા.
બાંગ્લાદેશી ખેલાડીઓએ માસ્ક પહેરીને કરી પ્રેક્ટીસ
ક્રિકેટર લીટન દાસની તસવીર આવી સામે
ગયા વર્ષે શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને મેચ રમવા ઉતર્યા હતા
દિલ્હીમાં રમાશે સીરીઝની પહેલી મેચ
દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે દિવાળી બાદ હવામાં પ્રદુષણનું સ્તર વધી જતું હોય છે. અત્યારે હવામાં પ્રદુષણનું સ્તર ખરાબ હોવા છતાં 3 નવેમ્બર થી અરુણ જેટલી સ્ટેડીયમમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે થનાર ત્રણ મેચોની સીરીઝની પહેલી મેચ રમાશે. હવાના સ્તરની ગુણવત્તા ઓછી હોવા છતાં બાંગલાદેશના ખેલાડીઓએ ગુરુવારે અરુણ જેટલી સ્ટેડીયમાં પ્રેક્ટીસ કરવા ઉતર્યા હતા. આ દરમિયાન ખેલાડીઓએ ખરાબ હવાથી બચવા માટે માસ્ક પહેર્યા હતા. જેમાં બાંગ્લાદેશી બેટ્સમેન લીટન દસ માસ્ક પહેરીને પ્રેક્ટીસ કરી રહ્યા હતા.
Delhi: Bangladeshi batsman Liton Das practices while wearing a mask, ahead of the 1st T20i against India on November 3 at the Arun Jaitley Stadium. #IndvsBanpic.twitter.com/OAnorawHIA
આપણે જણાવી દઈએ કે બુધવારે ભારત આવેલી બાંગલાદેશી ટીમે ગુરુવારે પહેલો પ્રેક્ટીસ સેશન જોઈન કર્યો. T 20 સીરીઝનો પહેલો મુકાબલો રવિવાર 3 નવેમ્બરે રમાશે. રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા વધુ ને વધુ બગડતી જાય છે ત્યારે આ સીરીઝ રમાય તે પહેલા હવાનું સ્તર નુકસાનદાયક છે. જોકે પ્રદુષણ હોવા છતાં દિલ્હીમાં મેચનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે સમયમાં જ રમાશે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે જ સ્પષ્ટતા આપી દીધી હતી કે મેચ નક્કી કરાયેલા દિવસે જ રમાશે તેમાં કોઈ જ ફેરફાર કરવામાં નહિ આવે.
ગયા વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. હવામાં પ્રદુષણ એટલી હદે વધી ગયું હતું કે શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક લગાવીને મેચ રમવા ઉતર્યા હતા.
સૌરવ ગાંગુલીએ આપ્યું નિવેદન
જોકે વાયુપ્રદુષણની અસર મેચના શીડ્યુલ પર નહિ પડે તેવી જાણકારી BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી હતી તેમણે નિવેદન આપતા કહ્યું કે અમે તે યોજના પર જ આગળ વધીશું જે પહેલેથી જ નક્કી છે.
ગૌતમ ગંભીરે કહ્યું કે મેચ વધુ મહત્વ વાયુપ્રદુષણને આપવું જોઈએ
આ પહેલા પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.તેમણે દિલ્હીમાં વાયુપ્રદુષણને મેચ કરતા વધુ ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.તેમણે કહ્યું કે દિલ્હીવાસીઓ માટે મેચ કરતા વધુ ગંભીર મુદ્દો અત્યારે પ્રદુષણ છે. તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીના લોકોએ મેચ હોસ્ટ કરવાથી વધારે મહત્વ પ્રદુષણને આપવું જોઈએ, બધાએ પ્રદુષણના મુદ્દે ચિંતિત રહેવું જોઈએ. પ્રદુષણનું આ સ્તર માત્ર ખેલાડીઓ માટે જ નહિ પણ સામાન્ય નાગરિકો માટે પણ ખતરનાક છે.