બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / ભાજપના ગાભા નીકળ્યા! આ 4 કારણોએ ગેનીબેનને બનાવ્યા સ્ટાર, મોદી મેજિક પણ ન આવ્યું કામ

બેમિસાલ બનાસ / ભાજપના ગાભા નીકળ્યા! આ 4 કારણોએ ગેનીબેનને બનાવ્યા સ્ટાર, મોદી મેજિક પણ ન આવ્યું કામ

Last Updated: 07:01 PM, 4 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha Lok Sabha Election Result: ગુજરાતમાં ભાજપની જીતની હેટ્રિક અટકાવનાર કોંગ્રેસના અડીખમ મહિલા નેતા, ગેનીબેને એકલા હાથે કોંગ્રેસને ટકાવી રાખી

ગુજરાતમાં ભાજપ સતત ત્રીજી વખત ક્લીન સ્વીપ નથી કરી શક્યું. 26માંથી ભાજપને 25 બેઠક તો મળી, પરંતુ એક બેઠક ભાજપ ન જીતી શક્યું. 8 જેટલી બેઠક પર કોંગ્રેસે લડત આપી, પરંતુ એક બેઠક જીતીને ઉદાહરણ પણ પુરુ પાડ્યું. ગુજરાતના ઈતિહાસમાં ભાજપને ઈતિહાસ રચતા જો કોઈએ રોક્યા હોય તે છે 'બનાસની બહેન'. આ વખતે ભાજપને ગુજરાતની તમામ 26 બેઠકની જીતનો મોટો આશાવાદ હતો પરંતુ ગેનીબેનના મતદારોએ મતોનું એવું મામેરૂ ભર્યું કે, ભાજપ જીતના સપના સપના જ રહી અને રફેતફે થઈ ગયા. તેમણે આ વખતે સાબિત કરી દીધું છે કે, કોંગ્રેસ પાસે હજુ પણ આવા નેતા બચ્યા છે, જે તેમને રાજકીય લડાઈમાં હંફાવીને ઓવર આશાની અધૂરી ખ્વાઈશે ઉભા રાખી શકે છે.

g 1

સફળ નેતાની વ્યાખ્યા સાબિત કરી ગેનીબેન ઠાકોરે

આમ તો કહેવત છે કે તુમ્હારી જીત સે જ્યાદા ચર્ચે હમારી હાર સે હૈ. પરંતુ ગુજરાત ભાજપમાં આ વાત થોડી અલગ રીતે સાચી પડી છે. ગેની બેન સહિત આખી ગુજરાત કોંગ્રેસ કહી રહી છે કે તુમ્હારી 25 જીત સે જ્યાદા ચર્ચે હમારી એક જીત કે હૈ. એક એવી મહિલા કે, જેણે બાળપણમાં દુઃખ જોયું, ગામની શાળામાં જ અભ્યાસ કર્યો અને કપરી પરિસ્થિતીઓનો સામનો પણ કર્યો. આપણે વાત કરી રહ્યા છીએ ગેનીબેન ઠાકોરની. જેમણે આજે રાજકીય ક્ષેત્રમાં નામના મેળવી છે અને હાલ લોકસભા ચૂંટણીમાં તૂટતી કોંગ્રેસના સિમ્બોલ પર જીત મેળવી છે.

ગેનીબેન ઠાકોરનું બાળપણ

ગેનીબેન ઠાકોરના પિતા અબાસણા ગામમાં ખેતીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન સૌપ્રથમ સંતાન રૂપી ઘરમાં દીકરીનો જન્મ થયો હતો. અને તે સંતાન હતું ગેનીબેન. ગેનીબેન ઠાકોરની નાનપણની વાત કરવામાં આવે તો તેઓ નાનપણમાં કામમાં બહુ અગ્રેસર હતા. તમે ગામમાં જે સરકારી શાળા જોઈ હશે. તેવી જ પતરાવાળી શાળામાં જ ગેનીબેને અભ્યાસની શરૂઆત કરી હતી. એટલું નહીં આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ઘરેથી સ્કૂલ સુધી પગપાળા જ જતાં હતાં. ગેનીબેનનો નાનપણથી તેમની માતાએ દીકરાઓની માફક ઉછેર કર્યો હતો.

ગેનીબેનના પિતા હતા સરપંચ

25 વર્ષ સુધી અબાસણા ગામના સરપંચ રહેલા નગાજી ઠાકોરના ઘરે 1975માં ગેનીબેનનો જન્મ થયો હતો. નગાજી ઠાકોરને 2 દીકરીઓ અને 3 દીકરા છે. ગેનીબેનના પિતા અબાસણા ગામમાં ખેતીકામ કરે છે. ગેનીબેન નાનપણમાં કામમાં બહુ અગ્રેસર હતા અને અબાસણ ગામમાં જ ગેનીબેને 1 થી 5 ધોરણનો અભ્યાસ કર્યો. ગેનીબેને બાળપણમાં ખેતી અને પશુપાલનનું કામ પણ કર્યું હતું. ધોરણ 6 થી 8નું શિક્ષણ કુવાળા ગામે મેળવ્યું તેમજ ધોરણ 9 થી 10નું શિક્ષણ ભાભર ખાતે મેળવ્યું હતું. ધોરણ 12નો અભ્યાસ ગેનીબેને ઘરે બેઠા કર્યો હતો તો ગ્રેજ્યુએશન રાજસ્થાનના સાંચોરમાં પુરુ કર્યું હતું

માતાએ જિંદગીના પાઠ ભણાવ્યા

ગેનીબેનની માતા લાડની સાથે-સાથે તેને જિંદગીના પાઠ પણ ભણાવતી હતી. ગેનીબેનના બાળપણની યાદો હજુ પણ અબાસણા ગામમાં અડીખમ ઉભી છે. જેમાંના એક છે લીમડાના અને સેદડાના ઝાડ. જ્યાં ગેનીબેન રમવા જતા હતા. જોકે ગેનીબેને બાળપણમાં પોતે દુઃખ સહ્યું પરંતુ પોતાના ભાંડેળાઓને ક્યારે દુખ પડવા નથી દીધું.

જીત માટે જવાબદાર મુદ્દાઓ

ચલો આ ઉપરની તમામ વાતો તો ગેનીબેનની જીવન-કવન અને સફર વિશે કરી પરંતુ ખરી ચર્ચા આજે જેના માટે કરવી પડી રહી છે અને જેનો ખરો હક્ક છે, જે વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થઈ ત્યારથી રોજ-બરોજ, આસ-પાસ અને ગામડાથી લઈ પાટનગર સુધી ચર્ચા રહી હોય તો તે હતી બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરની. જેમના ચૂંટણી પ્રચારની એક એક સભા ટ્રેન્ડિંગ બની, એક એક નિવેદન લોકોના હ્રદય સુધી પહોંચ્યું, ટાંકી ટાંકીને તેઓ એક વાત કરતા કે, તમે તમારી દીકરી-બહેનનું મામેરૂ ભરજો અને મામેરામાં મત આપજો. આજે બનાસકાંઠાની જનતાએ મતોથી ભરેલા મામેરાના પરિણામ સ્વરૂપે તેમની જીત થઈ છે. જેમ ગેનીબેનના મામેરાવાળા નિવેદને ચર્ચા જગાવી તેવી જ રીતે બીજા પણ કેટલાક નિવેદનોથી મતદારો આકર્ષયા છે. જેમ કે, 'બનાસની બેન ગેનીબેન', 'એક તરફ બનાસની બહેન અને એક તરફ બનાસ બેંક', 'એક હથ્થા શાસનમાં એક ચાન્સ', 'મતનું મામેરૂ', 'સાસરામાં ઘૂંઘટ', 'પિયર લોકપ્રિયતા'. ગેનીબેનના આ દરેક નિવેદને તેમને બનાસકાંઠાના મતદારો સાથે સીધા કનેક્ટ કર્યા. જાણે કે ગેનીબેન મતદારોના પોતાના પરિવારના જ સભ્ય હોય તેવી લાગણી સર્જાઈ. અને આ જ લાગણી સાચી સાબિત થઈ હોય તેવું વર્તમાનના પરિણામ પરથી જણાય છે.

ભાજપની હેટ્રિક અટકી,આશાઓ લટકી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બનાસકાંઠાની બેઠક ભાજપે ગુમાવી છે. ગેનીબેને મામેરામાં માંગેલા મતો EVMમાંથી બહાર નીકળા અને જે ભાજપને હચમાચાવી દીધા છે. ગેનીબેનની જીતથી ગુજરાતમાં ભાજપની તમામ બેઠકો પર જીતની હેટ્રિક અટકી અને જેમણે સતત બે ટર્મથી ચાલતા ઈતિહાસનો તકતો પલટ કરી પોતાના નામે ઈતિહાસ લખ્યો છે.

જીતના ચાર મુદ્દા

ગેનીબેને રજૂ કરેલા ભાવનાત્મક મુદ્દાએ અસર કરી

બનાસની બેંક v/s બનાસની બેનના મુદ્દાએ લોકોને અસર કરી

રેખાબેન ચૌધરીની આયાતી ઉમેદવાર તરીકેની ઈમેજ

ગેનીબેનનો આક્રમક અને ભાવનાત્મક પ્રચાર કામ આવ્યો

જાણો બનાસકાંઠા બેઠક વિશે

banasakantha-Bethak-3bansakantha-Bethak-2banskantha-Bethak-6banskamatha--Bethak-4banskantha--Bethak-5

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election Result Banaskantha Lok Sabha Election Banaskantha Election Result
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ