બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha health deapartment scam
ADVERTISEMENT
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યના બનાસકાંઠામાં ડોકટર મનીષ ફેન્સી સામે કૌભાંડનો મોટો આક્ષેપ લગાવામાં આવ્યો છે. જેમાં તાલુકા હેલ્થ કેચરીની ખરીદીમાં મોટુ કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે.
GEMના આઇ.ડી પાસવર્ડ પોતાની પાસે લઇને તાલુકા હેલ્થ કચેરીની ખરીદીમાં ડોકટર મનીષ ફેન્સીએ મોટુ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જો કે આ અંગે મળતા અહેવાલ મુજબ જો કોઇ અધિકારી આઇડી-પાસવર્ડ ના આપે તો મનીષ ફેન્સી દ્વારા તેને માનસિક હેરાન-પરેશાન કરવામાં આવતો હોવાની વાત બહાર આવી છે.
જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ કોરોનામાં જરૂરિયાત વિના ડો. ફેન્સીએ કૌભાંડ કરવા માટે ખરીદી કરી. જેમાં ગાયનેક ડોકટરો પાસેથી સોનાગ્રાફી બાબતે પૈસાનું ઉઘરાણું કરાવતો હતો.
ADVERTISEMENT
ડો. મનીષ ફેન્સીએ ટેન્ડર વિના એક જ કંપની પાસેથી વારંવાર ખરીદી કરી કૌભાંડ આચર્યું હતું. મનીષ ફેન્સીની કરતૂતોથી ત્રાસી ગયેલા કર્મચારીએ ભાંડો ફોડ્યો.
મનીષ ફેન્સી બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી હતા. ધાનેરાના મેડિકલ ઓફિસરે આરોગ્ય કમિશનરને આ અંગેની ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.