બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાદરવી પૂનમે અંબાજી જનારા ભક્તો ખાસ વાંચે, હવે ઘરે બેઠાં જ થઇ જશે પાર્કિંગ બુકિંગ, એ પણ નિઃશુલ્ક

સુવિધા / ભાદરવી પૂનમે અંબાજી જનારા ભક્તો ખાસ વાંચે, હવે ઘરે બેઠાં જ થઇ જશે પાર્કિંગ બુકિંગ, એ પણ નિઃશુલ્ક

Last Updated: 12:26 PM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

51 શક્તિપીઠમાંનું એક એવું યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે. તેમજ ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા માટે પગપાળા પહોંચી રહ્યા છે. તેમજ ડીસાથી-પાલનપુર રસ્તામાં માં અંબાના ધામ તરફ પગપાળા જઈ રહેલા ભક્તો માટે મેડિકલ કેમ્પ સહિતના કેમ્પો શરૂ થઈ ગયા છે. તેમજ વાહન લઈને આવતા ભકતો માટે પણ અલાયદા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા 30થી વધુ પાર્કિંગ સ્થળમાં પોતાનું ઓનલાઈન બુકિંગ કરી અગાઉથી જ પાર્કિંગમાં જગ્યા મેળવી શકશે..આ માટે પ્લેસ્ટોર અને IOS પર એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જેનું નામ શો માય પાર્કિંગ છે. આ એપ્લિકેશનમાં પોતાના વાહનનો નંબર લખીને અંબાજીના મેળામાં નક્કી કરેલા પાર્કિંગમાં પોતાનું સ્થળ નક્કી કરી શકાશે.

પ્લેસ્ટોર પર એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહા મેળામાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ માટે અનોખી પહેલ કરવામાં જેમાં ઘરે બેઠા 30 થી વધુ પાર્કિંગ માં પોતાનું ઓનલાઈન બુકિંગ કરી અગાઉથી જ પાર્કિંગમાં જગ્યા મેળવી શકશે તેના માટે પ્લેસ્ટોર પર એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. જેનું નામ શો માય પાર્કિંગ છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેમાં ચાલશે. જેમાં પોતાના વાહનનો નંબર લખીને અંબાજી મેળામાં નક્કી કરેલ પાર્કિંગમાં પોતાનું સ્થળ નક્કી કરી શકાશે અને આ એપ્લિકેશન ના બેનરો પણ રોડ ઉપર લગાવવામાં આવશે અને અંબાજી મંદિરની માહિતી પુસ્તિકામાં પણ તેનો ક્યુઆર લગાડવામાં આવશે. આ એપ્લિકેશનનો વપરાશ કેવી રીતે કરવો એ હવે અમે તમને બતાવશું અને કઈ રીતે તેમાં પોતાનું સ્થળ નક્કી કરવાનું રહેશે કઈ રીતે વાહનની નંબર નાખીને તેનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તે જોઈએ

મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો પણ લેવામાં આવ્યો છે

યાત્રાધામ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે. અંબાજી ખાતે આવનાર ભક્તોને કોઇ મુશ્કેલી ન થાય તે માટે તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવનારા દરેક ભક્તો માટે વીમો લેવામાં આવ્યો છે. આ વીમો અંબાજી આવતા ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડે અકસ્માત થાય કે જાન હાનિ થાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટે ઉતરાવ્યો છે. આ વીમાનું પ્રીમિયમ 10 કરોડ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યું છે.

50 કિલોમીટરમાં કોઇ અકસ્માત થાય તો વીમો મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લેવામાં આવેલ વીમાની અંદર મંદિરની 20 કિલોમીટરનું અંતર જ આવરવામાં આવ્યું હતું.જો કે આ વર્ષે આ વીમો સંપૂર્ણ ગુજરાત સહીત રાજસ્થાનમાં પણ અંબાજીની હદથી 50 કિલોમીટર સુધી માન્ય ગણાશે એટલે કે અંબાજી માટે ગુજરાતમાથી નીકળેલો કોઈ પણ યાંત્રિક આ વીમા અંતર્ગત કવર થશે. વીમાની શરતો મુજબ અંબાજી આવતા યાત્રિકોને કઈ પણ જાન હાની થાય અકસ્માત થાય તો વીમો કલેમ કરવા કોર્ટમાં અરજી કરવાની રહશે અને કોર્ટ વિમાં કંપની ને જરૂરી રકમ ચૂકવવા આદેશ કરશે.

આ પણ વાંચોઃ 1126 લોકોને ખોટી રીતે રાશન લેવું ભારે પડ્યું, ફટકારાઇ નોટિસ, માંગ્યો જવાબ

એસટી વિભાગ દ્વારા પણ તડામાર તૈયારી

બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં આગામી યોજાનારા મહામેળામાં શ્રદ્ધાળુઓની ભાદરવી લાખો પરિવહન વ્યવસ્થા માટે એસ ટી વિભાગ દ્વારા આગવું આયોજન હાથ ધર્યું છે. જ્યાં 1300 એસટી બસો મૂકવામાં આવશે. જેમાં ચાર હજાર જેટલા એસટી કર્મચારીઓ અને અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ ખેડૂતો આનંદો, આવી ગયા કામના સમાચાર, સરકાર આજથી કરશે આ અગત્યનું કામ

દર 20 મિનિટે એક બસની વ્યવસ્થા

યાત્રાધામ અંબાજીમાં સપ્ટેમ્બરથી આગામી 1 યોજાનારા ભાદરવી મહાકુંભમાં માઈભક્તોને અંબાજી ધામ સુધી સુખરૂપ પહોંચી શકે તે માટે અંબાજીથી કામાક્ષી મંદિર અને અંબાજીથી પાન્સા સુધી 20-20 મીની બસો દ્વારા ભક્તોને નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવશે. જ્યારે દાંતાથી અંબાજી સુધી પણ 10મીની બસો દ્વારા યાત્રિકોની પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અંબાજી આસપાસનો ઘાટી વિસ્તાર જોતા આકસ્મિક સંજોગો માટે ક્રેઈનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એ સાથે એસ ટી વિભાગ દ્વારા પ્રતિદિન એક હજાર જેટલા એસટી કર્મચારીઓ અને મિકેનિક સ્ટાફ માટે પણ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નહીં સુધરે આ અસામાજીક તત્વો, વડોદરામાં ફરી ગણેશ પંડાલ નજીક કરાયો કાંકરીચાળો!

એસટી વિભાગ તમામ મોટી અને નાની બસની વ્યવસ્થા

લાખો માઈ ભક્તો માતા અંબાના દર્શનાર્થે આવશે. ત્યારે માઈ ભક્તોને મા અંબાના દર્શન કરી પોતાના નિર્ધારિત સ્થાને પરત મૂકવા માટે એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોની પરિવહન વ્યવસ્થા માટે આગવું અને સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબાજી, ડીસા, પાલનપુર અને સિદ્ધપુર ડેપોની 365 મોટી બસો અને 40 મીની બસો જ્યારે અમદાવાદ, મહેસાણા અને હિંમતનગર ડિવિઝનની 900 મળી કુલ 1300 એસટી બસો દ્વારા સમગ્ર મેળાની પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhadarvi Poonam Melo Banaskantha , Bhadarvi Poonam Melo 2025, Banaskantha, , Bhadarvi Poonam Melo 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ