બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં છોકરીએ 16 વાર સુહાગરાત મનાવી, યુવાનોનું કરી નાખ્યું 52 લાખનું, ફેલાયો ડર

પર્દાફાશ / મહેસાણામાં છોકરીએ 16 વાર સુહાગરાત મનાવી, યુવાનોનું કરી નાખ્યું 52 લાખનું, ફેલાયો ડર

Last Updated: 03:58 PM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ફરી એક વાર લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ થયો છે. 18 જેટલા યુવાનો સાથે લગ્ન કરાવી 52 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાનો પર્દાફાશ બહુચરાજી પોલીસે કર્યો છે. આવો જાણીએ શું છે આખો મામલો...

ગુજરાતમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને બહુચરાજી પોલીસે આખરે ઝડપી પાડી છે. નકલી દસ્તાવેજો અને મેરેજ બ્યુરોની મદદથી 18 જેટલા યુવાનો સાથે લગ્ન કરાવી 52 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આ ટોળકી લાંબા સમયથી પોલીસને ગેરમાર્ગે દોરતી હતી. આખરે સચીન પટેલની ફરિયાદ પરથી આ ગેંગનો ભાંડો ફૂટી ગયો છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લગ્નની આડમાં ચાલતી લાખોની ઠગાઈની રણનીતિનો બહુચરાજી પોલીસે અંત લાવ્યો છે. આદિવાડા ગામના સચીન પટેલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં પોતાની જ દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લગ્ન સમયે પાંચ લાખ રૂપિયાં, સોનું–ચાંદીના દાગીના અને મોબાઈલ લઈને દુલ્હન માત્ર ચાર દિવસમાં ગાયબ થઈ ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરતાં જ મામલો ચોંકાવનારો બની ગયો. સચીનની પત્ની ચાંદનીને લઈ જનાર તેનો કથિત બનેવી અને દલાલ રાજુ ઠક્કર હોવાનું સામે આવ્યું.

Parul University

તેની માતા સવિતા અને રશ્મિકા મળીને રાજ્યભરમાં અનેક યુવકોને ટાર્ગેટ કરતી ગેંગનો ભાગ હોવાનું બહાર આવ્યું. સચીનના છૂટાછેડા માંગતા જ આ ટોળકીએ તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, વધુ 50 હજાર રૂપિયા વસૂલ્યા. આમ, કુલ 5 લાખ 57 હજાર રૂપિયા પડાવ્યાની પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ. વધુ તપાસ દરમિયાન ખુલ્યું કે આ ટોળકી નકલી આધાર કાર્ડ, ફેક LC અને ખોટા એડ્રેસ દ્વારા પોતાની ઓળખ બદલી નાખતી અને નવા યુવકોને લગ્ન માટે ફસાવતી. માત્ર બે મહિલાઓ રશ્મિકા દ્વારા 4 લગ્ન, જ્યારે ચાંદની દ્વારા 15 લગ્ન કરાવવામાં આવ્યા હતા.

vtv app promotion

આ ગેંગ શુભમ મેરેજ બ્યુરો અને જય માડી મેરેજ બ્યુરોની મદદથી યુવકોને ટાર્ગેટ કરતી હતી. મોટા પાયે ચાલી રહેલી આ છેતરપિંડીનો ભોગ બનેલા યુવકોની સંખ્યા 18 સુધી પહોંચી હતી અને કુલ 52 લાખથી વધુની છેતરપિંડી થયેલી સામે આવી છે. ઈડર, રાજકોટ સિટી સહિતની અનેક જગ્યાએ આ આરોપીઓ વિરુદ્ધ અગાઉથી જ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હવે બહુચરાજી પોલીસ આ નકલી દસ્તાવેજો કયા નેટવર્ક મારફતે તૈયાર કરાવવામાં આવ્યા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

વધુ વાંચો: પડશે કે ફરી માવઠું થશે? આવી ગઈ અંબાલાલની મોટી આગાહી

"આ ગેંગ લાંબા સમયથી લગ્નના નામે યુવકો સાથે છેતરપિંડી કરતી હતી. નકલી દસ્તાવેજો બનાવી તેઓ પોતાની ઓળખ છુપાવતા અને મેરેજ બ્યુરો મારફતે નવા શિકાર શોધતા હતા. બહુચરાજી પોલીસની ટીમે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. બાકી નકલી દસ્તાવેજો બનાવનારા લોકો અને પુરા નેટવર્કની તપાસ ચાલુ છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marriage bureau scam Fake documents Wedding scam gang
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ