બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:37 PM, 20 November 2025
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે પકડ મજબૂત કરી રહ્યો છે ત્યારે જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં માવઠો, ચક્રવાત અને પશ્ચિમી વિક્ષેપની આગાહીને લઈને ચેતવણી આપી છે. આ આગાહી મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, જે ખાસ કરીને ઘઉં, શાકભાજી અને જીરા જેવા પાકો માટે ખતરો સર્જી શકે છે.
ADVERTISEMENT

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22 નવેમ્બરથી ગુજરાતમાં વાદળછાયેલું વાતાવરણ જોવા મળશે. આ બદલાવ ધીમે ધીમે વરસાદી માહોલ તરફ આગળ વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અસર જોવા મળશે, જે સુરત, નવસારી, ભરૂચ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠાની શક્યતા ઊભી કરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25 થી 28 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી સિસ્ટમ નિર્માણ પામશે. આ સિસ્ટમ મજબૂત થઈને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. જો ચક્રવાત વધુ શક્તિશાળી બનશે તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર સીધી પડી શકે છે અને વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.

ADVERTISEMENT
2થી 8 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય રાજ્યોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ સક્રિય રહેશે. પશ્ચિમી વિક્ષેપના લીધે ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો અને તેના અસરકારક પ્રભાવથી ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ડિસેમ્બર મધ્યભાગે સમુદ્રમાં બીજી એક સક્રિય સિસ્ટમ ઉદ્ભવવાની શક્યતા છે, જેના લીધે વાતાવરણમાં પલટો આવી શકે છે. આ બદલાવ વાદળછાયું વાતાવરણ વધારી ઠંડીમાં પણ વધારો કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બેવડી ઋતુ અર્થાત્ ઠંડી સાથે વરસાદના લીધે ઘઉં, જીરું અને શાકભાજી જેવા પાકોમાં ફૂગ અને રોગચાળો ફેલાવવાની શક્યતા વધશે. ખેડૂતોને પાકમાં ભેજ નિયંત્રણ અને રક્ષણાત્મક દવાઓનો સમયસર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.