ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Bad news for users of Whatsapp, so much message can now be sent simultaneously

સોશિયલ મીડિયા / Whatsappના યુઝર્સ માટે ખરાબ સમાચાર, હવે એક સાથે આટલાં જ મેસેજ મોકલી શકાશે

Published By: Ravi

Last Updated: 06:51 PM, 14 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુકની માલિકીની વોટસએપ હવે બલ્ક મેસેજ મોકલતા એકાઉન્ટ સામે સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. વોટસએપે તેના બ્લોગમાં કહ્યું છે કે તે આવા વોટ્સએપ એકાઉન્ટ્સ બંધ કરાશે કે જે મોટા પ્રમાણમાં મેસેજ મોકલે છે. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ ગ્રુપ બનાવનારા લોકોના એકાઉન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કે, વોટ્સએપનો નિર્ણય હાલમાં ફક્ત વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ પર લાગુ પડશે.

ADVERTISEMENT

  • ફેસબુકની માલિકીની વોટસએપ હવે બલ્ક મેસેજ મોકલતા એકાઉન્ટ સામે સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે
  • વોટસએપનો મોટો નિર્ણય: 15 સેકન્ડમાં 100 મેસેજ મેકલ્યા તો કાર્યવાહી થશે
  • વોટ્સએપનો નિર્ણય હાલમાં ફક્ત વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ પર લાગુ પડશે

વોટસએપનો મોટો નિર્ણય: 15 સેકન્ડમાં 100 મેસેજ મેકલ્યા તો કાર્યવાહી થશે

નવો નિયમ જનરલ એકાઉન્ટ માટે અમલી બનશે કે કેમ અને બનશે તો કયારથી બનશે તેની વોટસએપ દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ ક્રિએટ કર્યાના પાંચ મિનિટમાં તે એકાઉન્ટમાંથી 15 સેકન્ડમાં 100 મેસેજ મોકલવામાં આવે તો કંપની તે એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે. કંપની તે એકાઇન્ટ પણ બંધ કરી શકે છે. આ સિવાય મિનિટોમાં ડઝનેક ગ્રુપ બનાવનારા વોટ્સએપ એકાઉન્ટ્સ પર પણ હવે નજર રહેશે.

પણ લક્ષ્ય બનાવવામાં આવશે. વોટસએપે આ નિર્ણય સ્પામ મેસેજ અટકાવવા લીધો છે. વોટસએપનો નવો નિયમ ગત 7 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ વોટ્સએપે સ્પામ અને એકસાથે ઢગલાબંધ લોકોને કરાતા મેસેજ પર લગામ લગાવવા બલ્ક મેસેજ ફોરવર્ડ કરવાનું બંધ કર્યું હતું. આવી સ્થિતિમાં કોઇપણ યુઝર એક સમયે ફક્ત પાંચ લોકોને મેસેજ મોકલી શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Technology Whats App WhatsApp New Features WhatsApp Update technology news Social Media

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ